________________
પ્રકરણ ૧૨ મું ]
છે. શિવાજી ચરિત્ર
હરક
એ કૃત્ય વખોડી કાઢયું અને કહ્યું શંભાજી ભાવી રાજ છે. એ પ્રજાનો પિતા છે, એનાથી ભ્રષ્ટ કેમ થવાય ? શંભાજી વ્યભિચારી બને એ મને અસહ્ય દુખ છે. રાજાથી વ્યભિચારના વિચાર પણ ન કરાય. ભાજીને એના એ નીચ હલકા અને કષ્ટ શરમાવનારા કત્ય માટે સજા થવી જ જોઈએ. મારો પુત્ર હોય કે ગમે તે હેય, તેને આ ગુના માટે સજા ન થાય તે હું જબરો ગુનેગાર થાઉં' શિવાજી મહારાજે શંભાજીને આ ગુના માટે કેદ કરીને પન્હાળાના કિલ્લામાં રાખવાનો હુકમ કર્યો. પિતે પાટવી કુંવર હતો, એ ખુમારી સંભાના મગજમાં હતી અને એનું દુષ્કૃત્ય એટલી હદે જશે એની એને કલ્પના પણ ન હતી, એટલે આ સન એને મળશે એવી એને એ પણ કલ્પના ન હતી. શંભાજી ગિરફતારીથી બહુજ ગુસ્સે થઈ ગયો. થોડા દિવસ સુધી તે એને સખત કેદખાનામાં રાખ્યો અને પછી એને નજરકેદી બનાવ્યો. આ શિક્ષાને લીધે સંભાજી પોતાના પિતા શિવાજી મહારાજથી બહુ નારાજ થયા. આ સ્થિતિ અને અસહ્ય લાગી એટલે એણે કિલામાંથી નાસી છુટવાના વિચારો કરવા માંડ્યા. બહુ વિચાર કર્યા પછી એને રસ્તો જડ્યો નહિ એટલે આખરે એણે પોતાના પિતાના એટલે શિવાજી મહારાજના શત્રુ મુગલેને શરણે જવાનો વિચાર કરી દિલેરખાનને પત્ર લખી પોતે અમુક દિવસે પહાળાના કિલ્લામાંથી નાસી છૂટવાને છે અને તે દિલેરખાનને આશ્રય લેવાને છે એ જણાવી દીધું. આ પત્ર વાંચી દિલેરખાન તે રાજી રાજી થઈ ગયો. દુશ્મનના ઘરમાં હળી સળગી એટલે એના આનંદનો પાર ન રહ્યો. શિવાજીનું ઘર ફૂટયું. હવે જોત જોતામાં દક્ષિણ સર કરવાનાં સ્વમાં દિલેર સેવવા લાગ્યો. નક્કી કરેલે દિવસે સંભાજીને તેડવા માટે અને તેને સત્કાર કરવા માટે પિતાના સરદાર એખલાસખાન અને ખેરાતખાનને ૪૦૦૦ ઘોડેસવારો સાથે સામે મેકલ્યા. અનુકુળ વખત જોઈ, સંભાજી પિતાની સ્ત્રી કેશુબાઈ સાથે પહાળાગઢમાંથી નીકળી નાઠે. પહેરાવાળાઓ અને જવાબદાર અમલદારને ખબર પડતાં જ એની પાછળ લશ્કર દોડાવવામાં આવ્યું પણ મુગલ સરદાર લશ્કર સાથે શંભાજી રાજાને લેવા માટે સામે આવ્યા હતા એટલે મરાઠા અમલદારો પોતાની પાસે થોડા જ માણસો હેવાને લીધેજ પાછા ફર્યા. દિલેરખાન સંભાજીને મળવા માટે બહુ આતુર થઈ ગયો હતો એટલે એ પણ સામે આવીને મળ્યો અને એને પિતાને મુકામે લઈ ગયો. શિવાજીનું નાક હાથમાં આવવાથી દિલેરખાન બહુજ રાજી થયા હતા. સંભાજી હાથમાં આવ્યો એટલે મહારાષ્ટ્રને ફેફે કરવાની કુચી હાથ આવી ગઈ એવું દિલેરખાને માન્યું અને એણે પિતાની છાવણીમાં પિતાને આનંદ જાહેર કરવા માટે આનંદવાળો વગડાવ્યાં. દિલેરખાને શંભાછરાજાને તરત જ હારી બનાવ્યું, વસ્ત્રાલંકાર આપ્યાં અને રાજાના ખિતાબથી નવાજી એક હાથી ભેટમાં આપો. આ ખૂશખબર દિલેરે તરતજ બાદશાહને જણાવી. બાદશાહ સલામત તરફ આ સંબંધમાં જે લખાણું કર્યું તેમાં જણાવ્યું કે “બાદશાહ સલામતને જણાવતાં મને ભારે આનંદ થાય છે કે શિવાજીના ઘરમાં કૂટ થઈ છે. એને છોકરો શંભાજી બાપાના ત્રાસ અને જુલમથી કંટાળીને આપણે શરણે આવી પહોંચ્યો છે. એણે (શિવાજીએ) આ છોકરા ઉપર ભારે સખતાઈ ગુજારી હતી. એને પન્હાળાના કિલ્લામાં કેદ રાખ્યો હતો ત્યાંથી એણે મારી સાથે સંદેશા ચલાવ્યા અને મેં એને રક્ષણ આપવા કબુલ કર્યું હતું. એ આવીને મારી આગળ રજુ થઈ ગયો છે. એની સ્ત્રી તથા છેડા બીજા એના અંગત વિશ્વાસના માણસો છે. એના પક્ષના અને એના માનીતા કેટલાક સરદારે શિવાજીથી છૂટા થઈને સંભાજીને આવી મળશે. શિવાજીનું ધર ફૂટયું છે. જેનું ઘર ફૂટયું તેનું કરમ ફૂટવુંજ માનવાનું. એના કેટલાક સરદારે શંભાજીને આવીને મળશે એટલે શિવાજીનું જોર એની મેળે નરમ પડશે. આપણને તે જે જોઈતું હતું તે અનાયાસે મળી આવ્યું. હિંદુઓને કુહાડીના હાથા બનાવીને કામ લેવું એ સહેલામાં સહેલી વાત છે. શંભાજીને આપણું લશ્કરની એક ટુકડી આપી તેને શિવાજીને મુલક જીતવા મોકલવામાં આવે તે જોવા જેવો રંગ જામે. પણી પાસે સાપ મરાવવાની બાજી આબાદ ખેલાય એમ છે. વળી મરાઠા સરદારો અને સિપાહીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com