________________
પ્રકરણ ૧૦ સું]
છં. શિવાજી ચરિત્ર
૧૮૭
તૈયાર છું. પારકા નથી, તમારા ભાઈ છું.' આવી રીતે મહારાજે વ્ય કાછને હ્યું અને સમજાવવાના પ્રયત્ના કર્યાં. નાના ભાઈને નાનેા સમજીને, મેાટાની જવાબદારી જાણીને, દુનિયા શું કહેશે તેને વિચાર કરીને, વ્યવહારને નજર સામે રાખી મહારાજે વ્યકાળને મનાવવાના સઘળા પ્રયત્ન કર્યો. કુટુંબકલહ મહારાજને ખીલકુલ ગમતા નહિ અને વહેંચણીના આ પ્રશ્ન આજે એમને એમ પડી રહે તે ભવિષ્યમાં તેના છેકરાઓ વચ્ચે ઝધડા જામે અને એ સપ, ઈર્ષ્યા અને ભડકામેથી બહુ માઠું પરિણામ આવે માટે આ પ્રશ્નના ઉકેલ પેાતાને હાથે જ સમાધાનીથી કરવાના એ ભારે પ્રયત્ન કરી રહ્યા હતા. મહારાજ જ્યારે જ્યારે આ વાત છેડતા ત્યારે ત્યારે પ‘કાજી તેા ‘ઠીક છે' કહીને મુગ એસતા અને પેાતાના પેટના ગલ આપતા નહિ. શિવાજી મહારાજ વ્યકાળને ભેદ પામી ગયા હતા. એમને પેાતાના ભાઈના જક્કીપણાથી દિલમાં બહુ લાગી આવતું પણ વખત વિચારી શાંત રહેતા. મહારાજના મનમાં તે એમ હતું કે · અમે બને સિંહાજીના દિકરા અને તેમાં હું વડીલ. વડીલનું માન વધુ ત્યારે એની જવાબદારી ણુ વધારે અને વખત આવે એને ભેગ પણ વધારે આપવાના હાય. નાના ભાઈ તે તેા નાના હાવાથી કેટલીક બાબતમાં લાભ પણ હાય છે. કુંજર પુજાય પણ ખાવાને તા ધાસ અને પાલે. કીડી નાની પશુ ખાંડનો ખારાક. હું મેાટા છું એટલે નાના ભાઈ તે સુધારવાના પ્રયત્ન કરું પશુ ન સુધરે ત્યાં સુધી એને સ્વભાવ સહન કયેજ છૂટકો. મારા વિચાર પ્રમાણે એ ચાલતા નથી એજ મુખ્ય વાંધે છે. મારી સલાહ મુજબ વહીવટ કરે તે ઘણી ખાખતના નિકાલ થઈ જાય. દરવાજે ઉભેલા દુશ્મને રાજી થાય અને શત્રુઐતે ચુપ્રવેશ કરવાની તક મળે એવું એનું વન છે એટલે મારે સારા ભાગ માગવામાં સખત થવું પડયું છે. ઈશ્વરે મને પૂરતું આપ્યું છે. એ ભાગ ઉપર મારું ભાગ્ય નથી અવલખેલું છે. મારા ભાગ ન માગું તે હું કુટુંબને નુકસાન કરનારૂં કૃત્ય કરીશ. ભાગની સખત માગણી ન કરું તે પાછળથી મારેજ પસ્તાવું પડશે. "કાજી ખુશામતીઆ અને ખાંધીઆઓના હાથમાંનું રમકડું બની ગયા છે. પૂજ્ય પિતાએ સપાદન કરેલી સંપત્તિનું બ્યકાળ નાલાયક સેાખતીએની સેાબતમાં પીપળામૂળ કરી દે તા સંપત્તિ લૂંટાય, કુટુંબની ઈજ્જત જાય અને દુશ્મને બળવાન બને. આ તે છાશમાં માખણુ જાય અને બાઈ ધ્રુવડ કહેવાય એવા બ્રાટ બન્યા છે. મહાપ્રયાસે, ભારે પરાક્રમા કરીતે, કેટલાએ વીર પુરુષોનાં લેાહી છાંટીને પિતાએ મેળવેલી સ'પત્તિ, આવી રીતે વેડફાય તે તેને અટકાવવાની મારી વડીલ તરીકે ફરજ છે. આવા સંજોગામાં હું મૌન પકડું તે ભૂલું માટે મારે સામે આવી પડેલું કવ્ય બજાવેજ છૂટકા છે. મકાજીએ બહુ અવ્યવસ્થા અને અંધેર ચલાવ્યે છે. જૂના વફાદાર માણુસાનાં અપમાન કરે અને એમને કાઢી મૂકે અને નાલાયકાના હાથમાં સત્તા આપે એ તે। ન ચલાવા દેવાય. આખા ભાગ એના એકલાના હાથમાં આવી ગયા એટલે એના મગજમાં બહુ રાઈ ભરાઈ છે. મેટાનું, અનુભવીનું, ડાહ્યાનું, કાઈનું માન જ નથી રાખતા, ખુશામતખારાની જાળમાં એ સપડાયા છે અને તેથી જ એને પરાક્રમ કરી સંપત્તિ વધારવાનું મન નથી થતું. ખરું જોતાં તે આ સજોગા બદલાય અને વ્યંકાજીનું ભાન ઠેકાણે આાવે એજ મારા હેતુ છે. મારા ભાગ લઈને મારે શું કરવા છે? પણ એની પાસેથી એ ભાગ જુદો થશે એટલે એની આંખા ખૂલશે અને પોતાનું રાજ્ય વધારવાનું એને મન થશે. પરાક્રમ કરી સંપત્તિ વધારવા એ પ્રેરાશે. મુસલમાન સલાહકારની મેારલી ઉપર એ નાચી રહ્યો છે. આ એની રીત અમારા કુટુંબને હવે ન શાભે. હિંદુ મુત્સદ્દીઓના એ વારંવાર અપમાન કરે અને મુસલમાનાને, ખુશામતખારાને સ્વાર્થી નાલાયક માણસોને પાતાના સલાહકાર અને સેાબતી બનાવી મનમાં આવે તેમ એ વતે એ તા ખાડામાં પડવાની નિશાની છે. મારા ભાગ લઈ લેવા માટે હું સખત માગણી કરું તે એના વનમાં કઈ ફેરફાર થવાના સંભવ છે. જો વ્યકાળ સુધરી જાય, હું લાયક અને ખાસ વિશ્વાસના માણુસા એને રાજકારભાર માટે ચૂંટી આપું, તેમની સલાહ મુજબ એ રાજકારભાર ચલાવતા થઈ જાય, વધારે સપત્તિ સ`પાદન કરવાની એને તાલાવેલી લાગે તેા મને સતાષ થશે. મારા આ હેતુ પાર પડે તે માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com