________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૧ મું લખી પણ આપ્યું. સ્થાવર જંગમ મિલકતમાંથી અરધે ભાગ તથા સવારના ખરચ માટે ચેસ ભાગ આપવાનું હસુમતેને વૅકેજી રાજાએ લખી આપ્યું. દીપાબાઈએ ખૂબ મહેનત કરીને બૅકેજી રાજાને સમજાવ્યા અને પૂજ્ય મોટાભાઈની સાથે સમાધાન કરી કુટુંબનું ગૌરવ જાળવવા અનેક રીતે સમજાવી ઠેકાણે આ એ વાત પણ હણુમતેઓ શ્રી. શિવાજી મહારાજને જણાવી. ચૅકેજી રાજાએ સ્વ. સિંહાજી રાજાની સંપત્તિને અર્ધો ભાગ વગેરે આપવાની લેખી કબુલાત આપી હતી તે પણ એને મહારાજ તરફ રવાના કરી. આ નિકાલથી મહારાજને આનંદ થયો, મનનું સમાધાન પણ થયું અને એમણે તરતજ નીચેની મતલબને પત્ર રઘુનાથપંત હણુમતે ઉપર રવાના કર્યો.
મહારાજને ઉપદેશ–૧૯ કલમને કાગળ. ચિ. લંકેજી રાજા તહનામાં માટે તૈયાર થયા છે અને એમણે ભાગના ઝગડાને નિકાલ કરવાનું કબુલ કર્યું છે એ સાંભળી મને આનંદ થયો છે. ચિ. સૌ. દીપાબાઈએ બૅકેજી રાજાને બોધ કરી, તેમના ઉપર વાજબી છાપ પાડી, તેમને સમજાવી તહનામા માટે તૈયાર કર્યા અને તેમ કરીને કુટુંબકલહ મટાડ્યો એ સાંભળી મારા મનને ભારે સંતોષ થયો છે. અમારી ભાભી ચિ. સી. દીપાબાઈએ ભોંસલે કુટુંબમાંથી કુસંપની જડ ઊખેડી નાંખી અને કલહનાં બીજ કાઢી નાંખીને કૂળની બહુ જબરી સેવા કરી છે. અમારા કૂળમાં-ભોંસલે કુટુંબમાં સૌ. દીપાબાઈ જેવી ડાહી, વ્યવહારકુશળ અને કાર્યદક્ષ સ્ત્રિયે પાકે છે ત્યાં સુધી પ્રભુની અમારા ઉપર પૂર્ણ કૃપા છે એમજ હું માનું છું. સૌ. દીપાબાઈ એ અમારા કુળ દીપક છે. હું અમારી ભાભી માટે મગરૂર છું. સૌ. દીપાબાઈ જેવી અભિમાની, દીર્ઘદ્રષ્ટિ અને સમય સમજનારી દેવીનું ચલણ ચિ. વૅકેજી રાજાના રાજકારભારમાં હોય તે મારી ફીકર ટળી જાય અને હું ચિંતામુકત થઈ જાઉં. ચિ. કેજી રાજાની સાથે જે તહનામું કરવાનું છે તેમાં નીચે પ્રમાણેના વર્તનના નિયમો અનેં ભાગ વહેચણીના સંબંધમાં કલમોનો સમાવેશ ખાસ કરશેઃ(૧) આપણું કુટુંબના સગાંવહાલાં અને વડિલેનું કેઈપણ કારણસર, કોઈપણ પ્રસંગે, કોઈપણ જાતનું
અપમાન ન થવું જોઈએ. તમારા દરબારમાં, રાજ્યમાં, સગાંવહાલાં અને માનકરીઓને મોભો દરજજા મુજબ જળવા જોઈએ અને દરેકને ઘટતું માન આપવું જોઈએ. ગમે તે પ્રકારની
પિતાની ખાનગી સેવા એમને સોંપીને હલકા પાડવા નહિ. (૨) કેઈપણ મહત્વનું કામકાજ દરખદાર અને કામદારની સલાહ સિવાય થવું જોઈએ નહિ. દરબાર
બહાર પણ લોકોનું એટલે પ્રજાનું માનવું એમ ન થવું જોઈએ કે દરખદાર અને કામદાર તે નામના જ છે. એમના હાથમાં કોઈપણ જાતની સત્તા નથી અને એ કંઇપણ કરી શકે એવી શક્તિ ધરાવતા નથી. પ્રજાની આવી માન્યતા થાય એ રાજકારભારમાં અનેક અડચણો ઉભી કરવાને કારણભૂત થઈ પડવાનો સંભવ છે માટે પ્રજાની આવી માન્યતા ન થાય એવી રીતને. વહીવટ ચાલવો જોઈએ. દરેક મહત્ત્વની બાબતમાં દરખદાર અને કામદારની સલાહ રાજાએ લેવી જોઈએ. અધિકારીઓની નિમણુક કરતી વખતે રાજાએ ભારે ખબરદારી રાખવી જોઈએ. લાયકાત, આવડત, શક્તિ, પ્રમાણિકપણું, વફાદારી, કુનેહ, વિનય, વિવેક, આવડત, ભાવના વગેરે ગુણે તપાસી ખાતરી થયા પછી તેવા માણસની અધિકારની જગ્યાએ નિમણુક કરવી અને એવા ચૂંટી કાઢેલા માણસેના હાથમાં જ રાજ્યના અધિકાર સોંપવા. શાગીર્દી લેકની નિમણુક પણ મહત્ત્વની છે અને તે કરવામાં બહુ ખબરદારી રાખવી જોઇએ. શાગીર્દની પસંદગી કરતી વખતે એનું કુળ, કુટુંબ, ઈમાનદારી વગેરે તરફ પૂરતું ધ્યાન આપવું જોઈએ. નિમણુક કરતી વખતે સત્તર ગળણે ગાળીને પાણી પીવું પણ લાયકને પસંદ કરી નિમણુક ર્યા પછી એના ઉપર મીઠી નજર રાખવી. ઝીણી નજર રાખી દરેક પાસેથી ચારે તરફની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com