________________
પ્રકરણ ૮ મું ] છે. શિવાજી ચરિત્ર
પહે, ત્યારથી વધવા લાગી. ૨. મરાઠાઓની સત્તાને દાબી દેવા માટે મુગલેએ ચાંપતા ઈલાજે ન લીધા. ૩. શિવાજી મહારાજના રાજ્યાભિષેકની તૈયારીઓ થતી હતી ત્યારે મુગલોએ એ સમારંભ અટકાવવાના અથવા એ સમારંભમાં વિદ્ધ નાંખવાના પ્રયત્ન ન કર્યો. ૪. શિવાજીએ સલાહ કરવાની વાત કરી મુગલેને ઢીલા કર્યા તે વાત બહાદુરખાન ન સમજી શકો. ૫. શહેનશાહી ફરમાનને માટે બહાદુરશાહે માગણી કરી અને ફરમાન આવ્યું ત્યારે શિવાજીએ ફરમાનનું અપમાન કર્યું. ૬. આદિલશાહી સાથે કરેલી ગોઠવણ પેશ ન ગઈ. આ બધાં કારણોને લીધે અને બહાદુરખાનને કારભાર તદ્દન ઢીલો છે એની બાદશાહને ખાતરી થવાને લીધે તે બહાદુરખાન ઉપર ખૂબ ગરમ થયો હતો. દિલ્હીથી શહેનશાહે ભારે ઠપકાને પત્ર મોકલ્યો તે આ અમલદારને અસહ્ય થઈ પડ્યો. એણે મરાઠાઓને દાબી દઈ શહેનશાહને રાજી કરવાનો નિર્ધાર કર્યો. મરાઠાઓને જમીનદોસ્ત કરવાની બહાદુરખાનની ઈચ્છા હતી પણ એનામાં એટલી બહાદુરી ન હતી. મરાઠા મુલક ઉપર ચડાઈ કરવાને માટે એણે પિતાનું લશ્કર તૈયાર કર્યું અને ૧૬૭૫ની આખરમાં મુગલેએ કલ્યાણ ઉપર હલે કર્યો અને મરાઠાઓના મુલક જીતવા મુગલ અમલદારે રવાના કર્યા. ૧૬૭૬ની શરૂઆતમાં મરાઠાઓની નક્કી કરેલી ટળીઓ ઔરંગાબાદની આજુબાજુએ મુગલેને સતાવવા લાગી. બહાદુરખાને મરાઠાઓની ટાળી ઉપર ચડાઈ કરી અને એમને લાસુર આગળ લડાઈ કરી હરાવ્યા.
લાસુરની લડાઈમાં મરાઠાઓ હાર્યા તે વખતે શિવાજી મહારાજ માંદગીને બિછાને પડ્યા હતા. આ માંદગી બહુ લાંબો વખત ચાલી. આસરે ત્રણ માસ સુધી મહારાજ માંદગીને બિછાને રહ્યા. મહારાજ માંદા હતા તે દરમિયાન મરાઠા લશ્કરે બિજાપુરથી આસરે ૪૦ માઈલ દૂર આવેલું અથણી શહેર લૂંટયું. ૧૬૭૬ના એપ્રિલ માસમાં મહારાજની તબિયત સુધરી ગઈ. બિજાપુર દરબારમાં દક્ષિણી મુસલમાન અને અફગાનના બહુ ભારે પક્ષ પડી ગયા હતા. આદિલશાહીમાં આ પક્ષોને લીધે ભારે અંધેર ચાલી રહ્યું હતું. કેઈન જોડે કાઈના પગમાં ન હતા. સુલતાનની સત્તા નામની જ રહી હતી. આખું રાજ્ય ગેરવ્યવસ્થા, બળવા અને બખેડાથી ખવાઈ રહ્યું હતું. શિવાજી મહારાજની નજર આદિલશાહી ઉપર હતી. એમણે ૧૬૭૬ના મે માસમાં ૪૦૦૦ ઘોડેસવાર મરાઠા સરદારની આગેવાની નીચે આદિલશાહી મુલક લુંટવા અને જીતવા મોકલ્યા
ઈ. સ. ૧૬૭૬ના મે માસમાં સરદાર મેરોપંત પિંગળેએ રામનગરના રાજાને એના મુલકમાંથી હાંકી કાઢવ્યો અને પિંડળ અને પશુજ સર કર્યા.
૬. આદિલશાહીએ શિવાજી મહારાજ સાથે સલાહ કરી. મુગલ સાથે આદિલશાહી તરફથી ખવાસખાને, શિવાજી સામે મુગલોને પૂરેપુરી મદદ કરવા માટે, તહનામું કર્યું છે એ ખબર બહિલેલખાનને મળી ત્યારે એ નારાજ થયો. શિવાજી મહારાજની સામે બંનેનું બળ ભેગું થાય અને તેથી શિવાજી મહારાજને ભારે થઈ પડે અને મરાઠાઓની સત્તા મળી પડે એ વિચારથી એ તહનામાની સામે બહિલાલખાનના વિચારો નહોતા દોડ્યા, પણ ખવાસખાનને એ પાકે હરીફ હતું તેથી એ નારાજ થયો હતો. આ તહનામું અમલમાં આવે અને મુગલની મદદથી ખવાસખાનનું બળ વધી જાય તે પહેલાં જ ખવાસખાનને પડો લાડ કરી નાંખવાને ૨ વિચાર કર્યો અને આ ખટપટને પરિણામે ખવાસખાનનું ખૂન થયું.
ખવાસખાનનું ખૂન થયું. આદિલશાહીમાં બહિલેલખાનને પક્ષ સત્તામાં આવ્યો, પણ ખવાસખાનના પક્ષના માણસે તદ્દન નાસીપાસ થયા ન હતા. એ પક્ષ હજુ નાબૂદ થયો ન હતો. ખવાસખાનના પક્ષના માણસો તુંગભદ્રા ઓળંગીને અડોની ગામે ગયા અને ત્યાંના નામીચા જમીનદાર કસીલકરની સાથે સલાહ કરી ત્યાં પોતાના પક્ષને વ્યવસ્થિત કરવાના કામમાં રોકાયા. બહિલાલખાનને પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com