________________
પ્રેક્ષ્ ૧૩ મું]
છે. શિવાજી ચરિત્ર
૪૦૯
એક સગાના સબંધ તરીકે અને વળી તેની લાયકાતને લીધે બાદશાહ પાસે તેનું ઠીક ઠીક વજન હતું. શિવાજીના સબંધમાં જાફરખાનને શાહિસ્તખાને ખૂબ ચેતવણી આપી હતી. પોતાના સાળા અને સાળાવેલીના ભભેરવાથી અને જનાનખાનાની બેગમા તરફથી શિવાજીનાં સંબંધમાં વાતા સાંભળ્યાથી જાફરખાન અંતરથી શિવાજીને કટ્ટો વિધી બન્યા હતા. જાફરખાને જાણ્યું કે આ ડુંગરના ઉંદર બહુ ઝેરીલા છે. એને દક્ષિણમાં જવા દેવામાં મુગલ સત્તાને ગેરલાભ છે. એક પ્રસંગે તક સાધીને જાકરખાને બાદશાહનેજણુાવ્યું કેઃ...“ શિવાજી એમ સીધેા સીધા આપણું માને એવા નથી. એ કાંઇ સુંવાળી સૂંઠને નથી. એ મુગલ ઝૂસરી પેાતાને ગળે એમ સીધી રીતે મૂકવા દે એવા નથી. એને તેા અહીં રાખીને સીધા જ કર્યે છૂટકો છે. એને અત્રેથી જવા દેવા જેવા નથી. છૂટા પછી એ ભારે ઉત્પાત ઉભા કરે એવા છે, માટે સકંજામાં સપડાયેલા શત્રુને છેડવાની ભૂલ આપણે તે ન જ કરીએ. ” બાદશાહે જાફરખાનનેા અભિપ્રાય સાંભળી લીધા અને શિવાજીનું શું કરવું તેના નિર્ણય કરતી વખતે આ અભિપ્રાય પશુ ધ્યાનમાં લેવાની નોંધ લીધી. જારખાનનેા આ અભિપ્રાય ખાદશાહના અભિપ્રાય મુજબનેા જ હતા એટલે બાદશાહને નિર્ણય ઉપર આવતાં વાર ન લાગી. જાફરખાન બાદશાહને પેાતાની વિરૂદ્ધમાં ભમાવે છે એ વાત મહારાજની જાણુમાં આવતાં જાફરખાનની મુલાકાત લેવાના મહારાજે વિચાર કર્યાં. રાધેાખલાળ કારર્ડ વકીલ શિવાજી મહારાજ તરફથી જાફરખાનને મળ્યા અને મહારાજ તરફની હકીકતથી જાફરખાનને વાકેફ્ કર્યાં. શાહિસ્તખાનની એગમે પેાતાની નણુદને એટલે જાફરખાનની બેગમને સમજાવી અને જાફરખાન શિવાજીને મુલાકાત ન આપે તે માટે તેની મારફતે જાફરખાન ઉપર દબાણુ કરાવ્યું. મામા શાહિસ્તખાતે પણ જાફરખાન ઉપર પત્રા લખી ખાદશાહને શિવાથી સાવચેત રહેવાની વારંવાર ચેતવણી આપવાની સૂચના કરી હતી. શિવાજીએ અક્ઝલખાનની કેવી દુર્દશા કરી નાંખી અને પૂનામાં પાતાના ઉપર છાપા મારી એ કાફર કેવી ખદમાસી રમી ગયા હતા એ બધાં મૃત્યાની યાદ દેવડાવી હતી અને આ સેતાન હવે જ્યારે સપડાઇને સકંજામાં આવી ગયા છે ત્યારે એને કાઈ રીતે મચક ન આપવી. જાફરખાને બાદશાહને જણાવ્યું કે “ શિવાજી ઉપર કાઈપણ જાતના વિશ્વાસ મૂકી શકાય નહિ. અનેક વખતે એ વિશ્વાસધાતી પુરવાર થયે છે. એ વારંવાર મુલાકાતની માગણી કર્યાં કરે છે પણુ બાદશાહ સલામત એને મુલાકાત ન આપે એજ ઉત્તમ માર્ગ છે. એ કપટી, કાવત્રાંખાર અને લુચ્ચા છે. એ કઈ વખતે શું કરશે તે કહેવાય નહિ, એની સાથે તા બહુ ચેતીને ચાલવા જેવું છે. એની સાથેના અનુભવા અને એના જીવનના અનાવા આપણુને એનાથી સાવધ રહેવાનું અને ચેતીને ચાલવાનું જણાવે છે. શિવાજી મહારાજને બાદશાહ મુલાકાત ન આપે તે માટે જાકરખાને ઉપર મુજબ વિનંતિ કરી. શિવાજી મહારાજને આ ખાખતની ખબર પડી અને તેથી એમણે કાઈ પણ પ્રયત્ને જાકુરખાનને મળવાનો યત્ન કરવા માંડ્યો. મહારાજે જાફરખાનને કહેવડાવ્યું કે “ હું તમને રૂબરૂમાં મળવા ઈચ્છા રાખું છું.” જાફરખાનની મરજી ન હતી છતાં એ ના ન પાડી શક્યો. મુલાકાત દરમિયાન મહારાજે જાફરખાનને જણાવ્યું કેઃ—“ આદશાહ સલામતની આપના ઉપર પૂર્ણ કૃપા છે, આપના ઉપર મીડી નજર છે. આજે તે આપની ખેાલબાલા છે. આપના સૂર્યાં મધ્યાહ્નમાં છે. આપના સિતારા સિક ંદર છે. આપ કૃપા કરીને બાદશાહ સલામતને મારી ખખત ખરાખર સમજાવશે। તા મને અન્યાય થતા અટકશે. દક્ષિણથી નીકળતાં મને જે વચન આપવામાં આવ્યાં હતાં તે પાળી મને દક્ષિણમાં પાછા મેકલવા બાબત આપ બાદશાહ સલામતને સમજાવા. મુગલ શહેનશાહત તરફથી દક્ષિણના મુગલ પ્રતિનિધિએ મને જે જે વચને આપ્યાં છે તે વચના પળાવાં જોઈએ. મને દક્ષિણમાં મેકલવામાં આવે તેથી તેા મુગલસત્તાને લાભ જ છે. દક્ષિણની આદિલશાહી અને કુતુબશાહીને તેાડી ત્યાં મુગલ સત્તા સ્થાપવાના કામમાં મારા ઉપયાગ થશે અને એ સત્તાઓ તેાડવાના કામમાં આજ સુધી મુગલ અમલદારા યશ પ્રાપ્ત નથી કરી શક્યા તે યશ મુગલાઈને અપાવીશ. મારા સંબંધી બધી હકીકત આપ બાદશાહ સલામત આગળ
પેશ કરશો તા
52
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com