________________
૫૬
. શિવાજી ચરિત્ર
સામે મોટું મંદિર હતું અને તે બધાવવા પાછળ અઢળક પૈસા ખર્ચ કરવામાં જમાનાનું એ બહુ નામીચુ' મદિર હતું. બાદશાહના આ મંદિર તાડવાના હુકમ ૧૬૮૦ ના જાનેવારીમાં આ મંદિર તાડવામાં આવ્યું અને તેમાંની મૂર્તિઓ પણ આવી (મ. આ).
( પ્રકરજી ૧ લુ આવ્યા હતા. એ આવ્યા. ઈ. સ. ભાંગી નાંખવામાં
૧૭, ૧૬૮૦ ના જાનેવારી માસમાં શહેનશાહ ઉયસાગર સરાવર જોવા ગયા હતા. ત્યાં તેની નજર ૩ મંદિશ પડ્યાં. શહેનશાહે તે તાડી પાડવાનેા હુકમ આપ્યા. તરતજ ત્રણે મદિરાને બાદશાહના માણસાએ જમીનદોસ્ત કર્યાં (મ. આ.). એકલા મેવાડમાં ખાદશાહે હિંદુઓનાં ૧૭૫ મદિશ તાડીને જમીનદાસ્ત કર્યાં હતાં.
૧૮. મેવાડના દેશના નાશ કરી બાદશાહની નજર જયપુર તેરફ વળી. અમલદાર અમ્મુતુરાખખાને બાદશાહને જણાવ્યું કે એણે પેતે યપુરના ૬૬ મંદિરે તાડી પાડ્યાં છે (મ. આ.).
૧૯. ઈ.સ. ૧૬૮૦ ના ઑગસ્ટમાં મેવાડની પશ્ચિમે આવેલા સામેશ્વરનું મંદિર તાડવાના હુકમ છ્યો.
૨૦. ૧૬૮૭ માં ગેાવળકાંડાની છત પછી બાદશાહે અબદુલરહીમ નામના અમલદારને હૈદ્રાબાદ શહેરનાં મંદિર તાડી ત્યાં મસ્જીદે બાંધવાના કામ ઉપર તથા કાફરોના ધાર્મિક સંસ્કારા અને વિધિએ અટકાવવાના કામ ઉપર નીમ્યા (કાફીખાન).
૨૧. ૧૬૯૮ માં હમીઉદ્દીન ખાનબહાદુરે બિજાપુરનું મંદિર તેાડી તેની જગાએ મસ્જીદ બાંધી. બાદશાહની હજુરમાં એ પાતાનાં પરાક્રમ કહેવા લાગ્યા. બાદશાહે એને મુબારક્ખાદી આપીને નવાજ્યા ( મ. આ. ).
૨૨. ઔરંગઝેએ રહુલ્લાખાનને લખ્યું કેઃ– મહારાષ્ટ્રના ધરા મજબૂત છે. પત્થર અને લેઢાનેાજ એમાં ઉપયાગ કરવામાં આવે છે એટલે નજરે પડતાંની સાથે જ મદિરા તાડી પાડવાનું કામ કહેણુ થઈ પડે છે તેથી આ કામ માટે કાઇ ધર્મચુસ્ત માણસની દરેગા તરીકે નિમણૂક કરા કે જે પાછળથી નિરાંતે મદિશતે પાયામાંથી ઉખેડી નાખૂદ કરે.
૨૩. ૧૭૦૫ ના જાનેવારીમાં બાદશાહે મહમદખલીલ અને ખીદમતરાયને પંઢરપુરના વીઠાખાનું મંદિર તોડી પાડવા હુકમ કર્યા અને છાવણીના ખાટકીને લઈ જઈ મંદિરમાં ગાયા કાપવાનું ફરમાન કર્યું. આ હુકમ તુરત જ અમલમાં મૂકવામાં આવ્યા ( અખબારત ).
૬. મુગલ મરાઠાઓ વચ્ચે ફરી સળગી,
ઈ. સ. ૧૬૬૬ ની સાલની આખરમાં મહારાજ આગ્રથી નાસીને મહારાષ્ટ્રમાં આવ્યા ત્યારથી આસરે ત્રણ વરસ સુધી એમણે મુગલા સાથે પૂરેપુરી મીઠાશ જાળવી. હિંદુત્વરક્ષણ માટે મુગલેા અને બીજી મુસલમાની સત્તાઓને દાખવાના એમના મૂળ વિચારે જરાએ મેળા પડ્યા ન હતા. પેાતાના રાજ્યની ખરેાબર વ્યવસ્થા કરવા માટે, કબજામાં આવેલા કિલ્લાઓને મજમુત બનાવી સ સામગ્રીથી શત્રુતા સામના કરવા સજ્જ કરવા માટે, મૂળ ઊંડા ધાલીને ખળવાન બનેલી સત્તાએ સામે વિગ્રડ કરવા માટે, જરૂરના સાધતા એકઠા કરવા માટે, લશ્કરમાં ભરતી કરી તેને ખરેાખર વ્યવસ્થિત કરવા માટે મહારાજને થાડા કાળ વિશ્રાન્તિની જરુર હતી. ઔર'ગઝેબ શિવાજી મહારાજા હેતુ પારખી ગયા હતા પણ મરજી નહિ હૈાવા છતાં કેવળ સંજોગેાને લીધે શિવાજી રાજાએ સુચવેલી શરતાથી સલાહ મંજૂર કરવી પડી હતી. આ સુલેહથી જે શાન્તિ પથરાઈ તેના મહારાજે પૂરેપુરા લાભ લીધે, જેવી રીતે શિવાજી રાજાના મનના ભેદ ઔર'ગઝેબ પામી ગયા હતા. તેવી જ રીતે શહેનશાહતની અડચણો દૂર થતાં જ મુગલા હિંદુ સત્તાને જડમૂળથી નાબૂદ્ કરવા કમર કસશે એની શિવાજી મહારાજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com