________________
પ્રકરણ ૭મું ! છે. શિવાજી ચરિત્ર
૫૩૭= વગેરે. આ વખતે મહારાજનું વજન ૪૦ રૂપિયાભારને શેર ગણવામાં આવે તે ૧૪૦ શેર હતું. એમની તુલા બનાવવામાં ૧૬૦૦૦ હેન વપરાયા.
રાજ્યાભિષેક.
શનિવાર ચેષ્ઠ સુદ ૧૦ ને રોજ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં એક કલાક અને ૨૦ મિનિટનો વખત અભિષેક માટે નક્કી કરવામાં આવ્યો હતો. જે દિવસની આખું મહારાષ્ટ્ર રાહ જોઈ રહ્યું હતું, જે દિવસ માટે હિંદના હિંદુઓ રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી પહોંચ્યો. હિંદના ઉદ્ધારની, હિંદુત્વના ગૌરવની ઘડી આવી પહોંચી હતી. આ દિવસે પ્રાતઃકાળ પહેલાંજ જલદી ઉડી લેકેએ મંગળસ્નાન કર્યાં. નવાં વસ્ત્રો અને કીમતી આભૂષણો ધારણ કરી રાયગઢના રાજમહાલ તરફ અભિષેક સમારંભમાં ભાગ લેવા માટે આવી રહ્યા હતા. શિવાજી મહારાજે અને રાજકુટુંબના સર્વે માણસોએ પિત પિતાનાં મંગળસ્નાન આપ્યાં. બધાંએ ઉત્તમ વસ્ત્રો પહેર્યો અને કીમતી અલંકાર ધારણ કર્યો, મહારાજે પોતે સફેદ પોષાક ધારણ કર્યો હતો અને રાણી અને રાજકુમાર સાથે રાજ્યાભિષેકવિધિ માટે તૈયાર થયા. ભવાની દેવીનાં દર્શન કર્યું. માતા જીજાબાઈ અને કુલગુરુ બાલંભદ્રના આશીર્વાદ લીધા. પછી મહારાજ, રાણી અને રાજકુમાર સાથે તથા અષ્ટપ્રધાન, પત્રલેખક, ગણલેખક, દ્વાદશશ અને અષ્ટાદશશાળાના અધિકારીઓ સાથે અભિષેકને સ્થાને પધાર્યા. અભિષેકવિધિની જગાએ સવા હાથ ઊંચુ ક્ષીરવૃક્ષનું સોને મઢેલું આસન ગોઠવવામાં આવ્યું હતું. આ સશભિત કરેલા સન ઉપર મહારાજ અને પટરાણી સાયરાબાઈ તથા પાટવી કુંવર શંભાજી બીરાજ્યા. મહારાજના સિંહાસનની આજબાજાએ અષ્ટપ્રધાન હાથમાં અનેક પ્રવાહી પદાર્થોથી ભરેલા જુદી જુદી ધાતુના કળશ લઈ ને મહારાજને અભિષેક કરવા માટે તૈયાર થઈને ઉભા હતા. પૂર્વ દિશાએ મુખ્ય પ્રધાન મોરોપંત પિંગળ હાથમાં ઘીને સુવર્ણ કળશ લઈ, પશ્ચિમ દિશાએ રામચંદ્રનીલકંઠ પંડિત અમાસ દહીં ભરેલે કળશ લઈ, ઉત્તર દિશાએ રઘુનાથ પંડિતરાવ મધ ભરેલા સૂવર્ણ કળશ સાથે, દક્ષિણ દિશાએ સેનાપતિ હબીરરાવ મહિને દૂધ ભરેલે ચાંદીને કળશ હાથમાં લઈ અભિષેક માટે થોભ્યા હતા. અગ્નિખૂણામાં અરણાઇ દત્ત પંડિત સચિવ મહારાજ ઉપર છત્ર ધરવા છત્ર સાથે તૈયાર ઉભો હતે. નિઋત્ય ખૂણે જનાર્દન પંડિત હનુમતિ સુમંત અને ઈશાન ખૂણામાં બાળાજીપંત ન્યાયાધીશ ચામર સાથે તૈયાર હતા. પત્રલેખક બાળાજી આવછ તથા ગણલેખક ચિમણજી લેખનપાત્ર સાથે ઉભા હતા. આ ઉપરાંત જુદા જુદા ખાતાના મુખ્ય અમલદારો અભિષેક માટે સામગ્રી સાથે તૈયાર ઉભા હતા. અનેક સરદારો અને માંડલિક રાજાએ મહારાજની આજુબાજુએ અભિષેકની રાહ જોતા હાથમાં સેનાચાંદીના કૂલ સાથે હાજર હતા. હિંદની અનેક મહાન પવિત્ર નદીઓનાં જળ આણવામાં આવ્યાં હતાં. મંગળ ઘડી પ્રાપ્ત થતાંજ બ્રાહ્મણે એ વેદમં શરૂ કર્યા. વેદોચ્ચાર થતાની સાથેજ છત્રપતિ ઉપર કંકુ ચોખાને વરસાદ વરસ્યો. મહારાજ અને પટરાણી તથા પાટવીકુંવર ઉપર આંબાનાં પાન વડે તીર્થોદક સિંચન કરવામાં આવ્યું. અષ્ટપ્રધાન વગેરે જે બધા અભિષેક માટે રાહ જોઈને ઉભા હતા તેમણે પિતાના કલશમાંથી મહારાજ ઉપર સિંચન કર્યું. આવી રીતે અભિષેક થયા પછી મહારાજની સૌભાગ્યવંતી સ્ત્રીઓની આરતી ઉતારી. આવી રીતે અભિષેક સામારંભ પૂરો થયા પછી મહારાજે બહુ કીમતી પિષાક ધારણ કર્યો અને સિંહાસન ઉપર બેસવા માટે મંગળ ચોઘડિયાની રાહ જોતા બેઠા. મહારાજે સિંહાસન બહુ કીમતી અને મને હર બનાવડાવ્યું હતું. એ સિંહાસન ઉપર સુંદર ચિત્રો કોતરવામાં આવ્યાં હતાં. સિંહાસનની આજુબાજુએ સેનાના આઠ સ્થળે રાખવામાં આવ્યા હતા. સિંહાસનની આજુબાજુએ બહુ ભારે શોભા અને શણગાર કર્યા હતાં. આ સિંહાસન માટે ૩ ખાંડી, ૩૨ શેર અને ૩૨ માસા સોનું વપરાયું હતું. આવા સુશોભિત સિંહાસન ઉપર મખમલની સુંદર ગાદી પાથરવામાં આવી હતી. એ 68.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com