________________
૫૮
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૭ { ઉતારવા માટે પ્રાણની પણ પરવા રાખ્યા વગર મહારાજે જિંદગી અને સર્વસ્વને ઢાડમાં મૂકી ભારે ભાગે ઉભી કરેલી હિંદુસત્તા ઠીક ઠીક મજબૂત કરી હતી.
જે મુસલમાની સત્તા હિંદુત્વનેા નાશ કરવા માટે ભારે જુલમ, અત્યાચાર અને ત્રાસ હિંદુસ્થાનમાં ગુજારી રહી હતી તે જુલમી અને અત્યાચારી સત્તાનેા નાશ કરવા માટે અથવા જુલમ, ત્રાસ અને અત્યાચાર ન કરે તેવી એ ઢીલી કરવા માટે અથવા તે સત્તાના હિંદુત્વ ઉપરના જુલમાને સામનેા કરવા માટે હિં...વી સ્વરાજ્ય સ્થાપવાના તેા. મહારાજના ઈરાદે હતા અને ધર્માં અને દેશને સુખી અને આબાદ કરવા માટે નવી સત્તા સ્થાપવાના નિર્ધાર કરીને જ એમણે પેાતાના સ્નેહી સહકારી અને ગાઠીઆઓને સાથે લઈને પ્રજાને સુખદાયક નીવડે એવી સત્તા સ્થાપવાનું કામ તે એમણે કયારનુંએ શરૂ કરી દીધું હતું.
હિંદુત્વ રક્ષણુ માટે અને પ્રજાને મુસલમાની ×સરીમાંથી ઉગારવા માટે નવી સત્તા સ્થાપ્યું જ છૂટા છે એવી મહારાજની ખાતરી થઈ ગઈ હતી.
મહારાજે અનેક વિજય અને દિગ્વિજય મેળવી ભારે સત્તા ઊભી કરી હતી પણુ તે સત્તા રાજ્યના રૂપમાં વ્યવસ્થિત રીતે હજુ સ્થપાઈ ન હતી. સત્તા હતી પણ્ રાજ્ય સ્થપાયું ન હતું, એ વિધિપૂર્વક સ્થાપન કરવાને વિચાર મહારાજ એમના સરદારા અને સાથી ધણા વરસથી કરી રહ્યા હતા, પરંતુ દરેક વખતે અનેક અડચણા એમના માર્ગોમાં આવીને ઉભી રહેતી.
શ્રી. શિવાજી મહારાજે રાજગાદી સ્થાપવાની બાબતમાં બહુ ઊંડે! વિચાર કર્યાં, દી દષ્ટિ દાડાવો, નક્રાટાના હિસાબ ગણ્યા, આફતા અને અડચણાની ગણતરી કરી ત્યારે એમને જણાયું કે રાજગાદી સ્થાપન કર્યાં સિવાય પ્રજામાં જાગૃતિ આવશે નહિ અને હિંદુઓની અમુક પ્રકારની નબળી અને પોચી માન્યતાઓ દૂર થશે નહિ. અનેક વરસાથી પચક્ર નીચે ચગદાવાથી અને વરસેાની છુરી ગુલામીથી હિંદુએ પોતાની સત્તા અને ગાદીનું ભાન ભૂલવા લાગ્યા છે એવા મહારાજને અનુભવ થયેા. દક્ષિણુના હિંદુને મન રાજસત્તા એટલે દિલ્હીની મુગલાઈ, દક્ષિણની આદિલશાહી કે કુતુબશાહી, ‘ રાજસત્તા ’ એટલે મુસલમાનોની સત્તા, એવી મહારાષ્ટ્રના હિંદુએની માન્યતા હતી એવું મહારાજે અનુભવ્યું હતું. આ ભાવના, આવી માન્યતા હિંદુઓમાં પ્રબળ થતી જાય એ હિંદુઓની હયાતી માટે નુકસાનકારક હતું, તેથી પ્રજાના મનમાંથી એ માન્યતા દૂર કરવા મહારાજ બહુ આતુર હતા. હિંદુઓમાં ખળ છે, બુદ્ધિ છે, શકિત છે, હિંમત છે, શૌય છે, મુત્સદ્દીપણું સમરકૌશલ્ય છે, પણ એમનામાં આત્મવિશ્વાસ નથી તે પેદા કરવાની ખાસ જરુર છે એમ મહારાજને લાગ્યું. હિંદુઓને નુકસાનકારક માન્યતા અને વિચારાએ હિંદુઓના હૈયામાં ઊંડાં મૂળ પાલ્યાં છે, તેના નાશ કરવા માટે રાજગાદી સ્થાપવાને મહારાજે વિચાર કર્યા હતા. હિંદુઓએ પાતાના શૌર્યથી અનેક મુસલમાન સત્તાઓને બચાવ કર્યાં છે, હિંદુએએ પેાતાની અક્કલહેશિખરી અને મુત્સદ્દીપણાથી ધણા મુસલમાન રાજ્ય ચલાવ્યાં છે, હિંદુએ પેાતાની કવ્યપરાયણતાથી ઘણાં મુસલમાન રાજ્યાને પડતીમાંથી આબાદીના શિખરે ચડાવ્યાં છે, ઘણી સલ્તનતાને ઉભી કરી નિભાવી છે. આવી અજબ શકિતવાળી હિંદુ કામમાં પોતાનું રાજ્ય સ્થાપવાની હિંમત નથી થતી તેથીજ હિંદુએ વધારે પીડાતા જાય છે એની મહારાજને ખાતરી થઈ અને સ્વતંત્ર સત્તા સ્થાપી હિંદુએમાં એવા પ્રકારના આત્મવિશ્વાસ પેદા કરવાનું મહારાજે વિચાર્યું. હિંદુઓ પણુ મુસલમાની સત્તા સામે માથું ઊંચુ કરી, હિંન્દુત્વનું અપમાન કરનારને સજા કરી, મુસલમાની સત્તાઓને ઢીલી કરી, યવનેને ટક્કર મારી, પેાતાની સત્તા સ્થાપી શકે છે. હિંદુઓમાં પેદા કરવા માટે રાજગાદી અને રાજસત્તા સિવાયના હિંદુ સરદાર હિંદુત્વની જે સેવા કરી શકે તેના કરતાં રાજસત્તાવાળા હિંદુરાજા હિંદુત્વની સેવા બહુ વધારે કરી શકશે એવી ખાતરી અનુભવથી મહારાજની અને એમના સરદારાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com