________________
४४४
છે. શિવાજી ચરિત્ર
( પ્રકરણ ૩ જું આવી સ્થિતિમાં મુઅઝીમે ત્યાંજ પડાવ નાંખે. થોડા દિવસમાં બાદશાહ તરફથી ફરમાન આવી પહોંચ્યું કે “ મઝીમે તાકીદે ઔરંગાબાદ પાછા જવું અને જસવંતસિહે બીજો હુકમ આવતાં બહાણુપુરમાં મુકામ રાખે. આવી રીતે બાદશાહે આ બંનેની જોડી તોડી નાંખી. શહેનશાહના ફરમાન મુજબ મુઅઝીમ ઔરંગાબાદ પાછો ગયો અને જસવંતસિંહ બહાપુરમાં રોકાયે.
દિલેરખાનની દશા બહુ દયામણી થઈ હતી. ગુજરાતના સૂબા બહાદુરખાનને એની બહુ દયા આવી. એણે દિલેરને પિતાના આશરા નીચે લીધે અને બાદશાહને એણે એના સંબંધમાં જણાવ્યું કે “દિલેરખાન તદ્દન નિર્દોષ છે. એ શહેનશાહ પ્રત્યે પૂરેપુર વફાદાર છે. એની વફાદારી તે ઘણી વખત કસોટીએ ઉતરેલી છે. એણે મુગલ સલ્તનતની ભારે સેવા કરેલી છે. આજ સુધી એણે કરેલી સેવાઓ એની વફાદારીની સાક્ષી પૂરે છે. જસવંતસિંહને અને એને અદાવત હોવાથી એણે તક જોઈને વેર વસુલ કરેલું છે. કેટલાક ખુશામતીઆઓએ શાહજાદાના કાન દિલેરના સંબંધમાં ભંભેર્યા અને એના સંબંધમાં એમનું દિલ ખાટું કર્યું. બાદશાહે આવા વફાદાર સેવકને ક્ષમા બક્ષવી જોઈએ. હાલમાં એ મારી પાસે છે અને આજ પ્રાંતમાં મારી પાસે કાઠીઆવાડના ફેજદાર તરીકે નિમણૂક કરવા માટે મારી બાદશાહ સલામતને ચરણે વિનંતિ છે.” બાદશાહ બહાદુરખાનના પત્રથી વિચારમાં પડયો.
મુઅઝીમને શિવાજીએ પિતાની જાળમાં સપડાવ્યો છે એવી બાદશાહને ખાતરી થતી ગઈ અને તેથી એની ચિંતા વધી હતી. શિવાજી નબરો ખેલાડી છે એટલે મુઆઝીમને રમકડું બનાવી એ મુગલાઈને ક્યારે થપ્પડ મારશે એનું નક્કી નહિ એમ એને લાગ્યાં જ કરતું હતું. આથી એ હંમેશ બેચેન રહે. મુઝીમને ઠેકાણે લાવવાની જરૂર છે એમ બાદશાહને લાગ્યું એટલે એણે શાહજાદાની મા બેગમ નવાબબાઈને એની પાસે મોકલી. મુઅઝીમ બાદશાહ પ્રત્યે વફાદાર છે અને એના દિલમાં કેઈપણ જાતનું કપટ કે પાપ નથી એની નવાબબાઈને પૂરેપૂરી ખાતરી થઈ અને એણે પિતાને
સવ બાદશાહને જણાવી શાહજાદાની ખાતરી આપી. ઈફતીઆરખાનનું પિગળ પણ બહાર પડી ગયું. એણે તો “ધણીને કહે કે ધાડ અને ચેરને કહે કે દેડ” એ બાજી ખેલીને મહેમાંહેની કડવાશ વધારી હતી એ પણ બાદશાહની જાણમાં આવી ગયું, તેથી ઈફતીઆરખાનને અને તેના ભાઈને શહેનશાહના હુકમની ખાનગી ખબર છૂપી રીતે બીજાને આપવાના ગુના માટે સખત સજા કરવામાં આવી. બેગમ નવાબબાઈએ બાદશાહના દિલની મુઆઝીમ માટે ખાતરી કરી આપી એટલે ઈક્રિતીઆરખાને શાહજાદાની વિરુદ્ધમાં જે લખાણ કર્યા હતાં તે માટે બાદશાહ તેના ઉપર ધેિ ભરાય.
માંહમાંહેના ઝગડાને લીધે મુગલો મરાઠાઓની સામે મોરચો માંડી ન શક્યા. મુગલ અમલદારોમાં સડે પડે છે. એકબીજાનાં દિલ ઊચા થયાં છે વગેરે ખબર મરાઠાઓને મળતી તેને તે લોકો બ લાભ ઉઠાવતા. શિવાજી મહારાજે મુગલોની નબળાઈને લાભ લીધે. શિવાજી મહારાજે આ વરસમાં ઘણી જીત મેળવી હતી અને દેશમાં એમણે પિતાનો દરજજો પણ ખૂબ વધારી દીધો હતો. સુરતના અંગ્રેજ કઠીવાળાઓ હિંદની હકીક્ત પોતાને દેશ એકલતા તેમાં તેમણે શિવાજી મહારાજના સંબંધમાં જણાવ્યું હતું કે હવે શિવાજી પહેલાના જે ચોરની માફક આમતેમ રખડતા નથી પણ હવે તે ૩૦૦૦ (ત્રીસ હજાર) લશ્કરી સિપાહીઓ સાથે એક રાજાની માફક દિગ્વિજય કરતો ફરે છે. શાહજાદ નજીકમાં હોય છતાં એ એને અટકાવી શકતા નથી. કલ્યાણ ભીમડી પણ હવે શિવાજીના કબજામાં આવી ગઈ છે. આ પ્રાંત એની પાસે જ રહે તે સારૂ, કારણુ મુસલમાન પાડોશી રહે તેના કરતાં શિવાજીને પાઠાશ અમને વધારે ગમે છે” (શિ. ૫. ખંડ ૧. નં. ૧૨૯૫ )..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com