________________
પ્રકરણ ૧૪ મું] છે. શિવાજી ચરિત્ર
૪૩ એક ઠેકાણે યમુના નદી હાડકામાં બેસીને ઓળંગી ગયા અને એના માલીક હાડકાવાળાને જણાવી દીધું કે બાદશાહનાં માણસો તપાસ કરવા આવે છે એમ જણાવજે કે –“મેં આવા આવા માણસોને મારા હાડકામાં નદી પાર ઉતાર્યા છે.” આ હેડકામાંથી યમુનાના સામા કિનારે ઉતરીને મહારાજ તથા સાથેનાં માણસે થોડું ચાલ્યા અને થોડે દૂર જઈને બીજું હેડકું કરીને ફરી પાછી નદીઓ ઓળંગીને આગળ ચાલ્યા.
આથી બધા મારતે ઘોડે મથુરા તરફ નીકળ્યા હતા. યુવરાજ સંભાજીને મહારાજે પિતાના ઘેડા ઉપર સાથે લીધું હતું. મહારાજ તથા સાથેની ટોળી ઘોડા ઉપર બેસીને યમુના પાર થયા અને પછી એક ઠેકાણે એમને હેડકામાં પણ બેસાડવાની જરૂર પડી. એક રાતમાં ૪૨ માઈલની મુસાફરી કરી પહો ફાટતાંજ મથુરા નગરીમાં દાખલ થઈ ગયા. જન્માષ્ટમીના ઓચ્છવ પછી ચેાથે દિવસે રાત્રે શિવાજી મહારાજ પિતાની ટોળી સાથે વૃંદાવન મુકામે આવી પહોંચ્યા. રાત્રે થાક્યા પાક્યા આ મુસાફરો સૂઈ રહ્યા અને સવારે યમુના નદીને કિનારે આવી ક્ષીર વિધિ (મુંડક્રિયા) કરાવી. પૂરેપુરું મુંડન કરાવી મહારાજ અને એમની સાથેનાં માણસોએ શરીરે રાખ ચોળી અને ભગવાં વસ્ત્રો પરિધાન કરી બાવા બની ગયા.
મહારાજ જ્યારે ઉત્તર હિંદુસ્થાન આવવા માટે દક્ષિણથી નીકળ્યા ત્યારે પણ એમને મુગલ બાદશાહના સંબંધમાં મનમાં સંદેહ તે હતો જ. મહારાજ કંઈ મુગલ બાદશાહનાં મીઠાં વચનાથી ભેળવાયા ન હતા. મુગલ મુત્સદ્દીઓની પાથરેલી જાળમાં એ કંઈ ગફલતથી ફસાઈ પડ્યા ન હતા. એમણે તે સારા નરસા બંનેને પૂરેપર વિચાર કરીને નરસા પરિણામ માટે તૈયાર થઈને મુગલ દરબારરૂપી અંગારમાં પગ મૂક્યો હતો. મહારાજે ઔરંગઝેબની દુષ્ટ દાનતનો વિચાર કરી, પિતાનું વસિયતનામું પણ કરી દીધું હતું. રાજ્યવ્યવસ્થા પણ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી હતી, એટલું જ નહિ રાજની પછી અથવા એમની ગેરહાજરીમાં અવ્યવસ્થા અને અંધેર ન થાય અને રાજ્યતંત્ર ઢીલું ન પડી જાય તે માટે ઘટતી ગોઠવણ કરવામાં આવી હતી. મુગલ બાદશાહના કબજામાં ગયા પછી યવન વિશ્વાસઘાત કરીને જે પિતાનો નાશ કરે અથવા અનેક કપટ કાવત્રાં અને યુક્તિઓથી મરાઠી રાજ્યને રકે તકે કરવાની કોશિશ કરે છે એના બધાએ પ્રયત્ન નિષ્ફળ નિવડે, એવી જાતને બંદોબસ્ત કરી. બંધારણ ગોઠવી, નિમણૂક કરી, હુકમ બરાબર પાળવા, શિસ્ત જાળવવા અને નિયમન ઉપર ખાસ નજર રાખવા માટે પોતાના અમલદારો અને નોકરોને કડક સૂચનાઓ મહારાજે આપી દીધી હતી. વચન આપી, દરબારમાં બોલાવી, ગિરફતાર કરે એવો ઔરંગઝેબ છે, એ તે મહારાજ જાણતા જ હતા અને એવો બનાવ બને તો તેને પહોંચી વળવા માટે ઘટતી તૈયારીઓ પણ મહારાજે કરી લીધી હતી. મુગલ બાદશાહ જે કંઈ ન ઈચ્છવા જોગ વલણ લે તો તેની પકડમાંથી છૂટી જવા માટે મદદરૂપ નિવડે એવી ગોઠવણે મહારાજે કરી હતી, એટલું જ નહિ પણ એવા સંજોગો જે આવી પહોંચે તે તેની સામે ટક્કર ઝીલવાની તૈયારી મહારાજના મુત્સદ્દી વગે ગોઠવી હતી. મહારાજના રાજગઢના પ્રયાણ પછી મેરોપંત પિંગળેએ ઉડે વિચાર કર્યો. એને ઔરંગઝેબ દગો દેશે એમ લાગ્યાં જ કરતું હતું, એટલે એણે પિતાનાં ત્રણ નિકટનાં સગાં નામે કૃષ્ણાજીપત, કાશીનાથપંત, અને વિશ્વાસનાથપત છે એ ત્રણે ભાઈઓને એમની મા સાથે જાત્રાને બહાને ઉત્તર હિંદુસ્થાનમાં મોકલ્યાં હતાં અને મહારાજની સાથેના મત્સદીઓ સાથે સંબંધ રાખીને એ તેજ ગાળામાં ફરી રહ્યા હતા. મહારાજનાં માણસો એમને વારંવાર સૂચનાઓ આપતા. ન કરે નારાયણ અને કંઈ અવનવું બને તે તરત જ મદદરૂપ નિવડે તે માટે મોરોપંતે આ ગોઠવણ કરી હતી.
શિવાજી મહારાજને સહીસલામત રીતે આગ્રેથી રાજગઢ લઈ જવાની બધી ગોઠવણે બાલાજી આવછ ચિટણી અને નિરાજી રાવજી કરી રહ્યા હતા. આ મુત્સદ્દીઓએ બાજી ગોઠવવામાં અજબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com