________________
પ્રકરણ ૯ મું 1 છે. શિવાજી ચરિત્ર
૩૩૧ સંસ્કૃતિના હિતને માટે તેમજ મનુષ્ય જાતિના ગૌરવની ખાતર મેળવેલી સઘળી વિગતે મારે પ્રસિદ્ધ ન કરવી જોઈએ એમ હું માનું છું. અનેક સ્ત્રીઓને મારી નાખવામાં આવી છે, ત્યાંનાં નિર્દોષ બાળકે ઉપર કર હુમલાઓ કરવામાં આવ્યા છે અને એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યા છે. વૃદ્ધ સ્ત્રીઓની ઉંમર પર પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. અત્યાચાર ગુજારવાથી અનેક સ્ત્રીઓનાં મરણું થયાં છે. જુવાન છોકરાઓ પણ અત્યાચારનો ભોગ થઈ પડ્યા છે. પણ આ બધું તો કંઈ નથી. આના કરતાં વધારે નિર્દયતા તે હબસીઓની વિષયવાસના તૃપ્ત કરવા જર્મન સ્ત્રીઓને વેશ્યાઓ તરીકે આપવા જર્મન મ્યુનિસિપાલિટીને કરવામાં આવેલી માગણી છે. કેટલી જર્મન સ્ત્રીઓનાં શિયળ ઉપર હુમલાઓ કરવામાં આવ્યા છે અને અનેક ગણું વધારે દુઃખની બીકે એ હુમલાઓ સંબંધી સંપૂર્ણ ચપકીદી પકવાન દર્શાવવામાં આવ્યું છે ! સફેદ, પીળા અને કાળા સૈનિકોને માટે કેટલાંએ જર્મન શહેરને વેશ્યાગૃહે ઉઘાડવાં પડયાં છે અને આ ગૃહમાં પિતાની બહેનને વેશ્યા તરીકે મેકલવી પડી છે. હિંસાનાં કેટલાંયે કૃત્ય અદાલત સમક્ષ આવ્યાંજ નથી !કેટલાયે બળાત્કારસંગ વગરશિક્ષાએ પસાર થયા છે. આ ઘોર કૃત્ય કરનારાઓની તપાસ કરવાની પણ સરકારી અમલદારોએ તસ્દી લીધી નથી. આવાં કૃત્યો કરનાર જંગલી હબસીઓ મેટે ભાગે ફ્રેંચ ભાષામાં અપાતા હુકમે સમજતા ન હતા અથવા તેઓ સમજતા નથી એમ કહેતા હતા. જર્મન અમલદારોએ લડાઈ દરમિયાન કરેલી ક્રરતાઓ આની સરખામણીમાં કાંઈ જ વિસાતમાં નથી. સંસ્કૃતિના હિત માટે, ન્યાયના વિજય માટે અને સ્વતંત્ર પ્રજાઓની સમાનતાને ખાતર અમે લડી રહ્યા છીએ, એમ થોડાંક વર્ષ ઉપર જાહેર કરનાર પોતાની જાતને સુધરેલી અને પ્રજાસત્તાક માનનાર ખ્રિસ્તી પ્રજા ઉપર જમન સ્ત્રીઓની અણસાંભળેલી વીતકકથાઓ એ ભયંકર લાંછન છે.
“પરંતુ યુદ્ધને લીધે આપણી સઘળી ઉચ્ચ લાગણીઓ અને ન્યાયની ભાવનાઓ બહેર મારી ગઈ છે. શાંતિના સમયમાં પણ હિંસા અને ઘેર કૃત્ય કરવાની પરવાનગી આવા વિજયમાંથી સાંપડે છે! ધાર્મિક સંસ્થાઓને કે પ્રોટેસ્ટંટ કે કેથોલિક પાદરીઓને આની જરાયે અસર થતી નથી. ચીનમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર અર્થે જ્યારે અસંખ્ય દ્રવ્ય વપરાય છે ત્યારે યુરોપમાં ચાલી રહેલાં અમાનુષી કૃત્યો સામે આ પાદરીએ સંપૂર્ણ ઉદાસીનતા બતાવે છે. ખ્રિસ્તના સંદેશવાહકે આ કૃત્ય સામે રોષને એક શબ્દ ૫ણ ઊચ્ચારતા નથી. જર્મન સ્ત્રીઓની દુખદ કથાઓને પડધી આ લાગણીવિહેણું હૃદયમાં પડતું નથી. રાઈનના પ્રદેશમાં જેટલું જેટલું બન્યું છે એ હું વર્ણવવા માગતા નથી. યુદ્ધ દરમિયાન જર્મન ક્રૂરતાને ભાગ થઈ પડેલ મિસ કેવલની સ્મૃતિ તાજી રાખવા અંગ્રેજ પ્રજાએ એક કીર્તિસ્થંભ બનાવ્યો છે. હું એટલું જ કહેવા માગું છું કે લડાઈ દરમ્યાન મિસ કેવલે આપેલા આત્માગ કરતાં શાન્તિના સમયમાં જર્મન સ્ત્રીઓએ આપેલા આત્મગ અનેકગણું વધારે છે. ફરીથી એક દિવસે જ્યારે સંસ્કૃતિનું સન્માન થશે અને આંતરરાષ્ટ્રીય કાયદાને માન આપવામાં આવશે ત્યારે વિજયી પ્રજાની ઈચ્છાથી હબસીઓના પાશવી હુમલાઓનો ભોગ બનેલી નિર્દોષ કુમારીકાઓ અને ગરીબ સ્ત્રીઓના નામની નોંધ રાઈનના જર્મને જરૂર લેશે.
બે હજાર વર્ષો સુધી થએલી લડાઈઓ રાઈન નદીના વહેતાં જળ નીરખી છે. જર્મન વીરેની આ ઇતિહાસપ્રસિદ્ધ નદીના બે કાંઠા પર અખૂટ લેહી વહ્યાં છે, પણ જગતની સંસ્કૃતિમાં પિતાને અમૂલ્ય હિસ્સો આપનાર, તેમજ ધર્મ અને કળાની અપ્રતિમ સ્મૃતિઓ અપનાર, દુનિયાની સૌથી સંસ્કૃત પ્રજા ઉપર વિજયી સત્તાઓના હક પ્રતિપાદન કરવા માટે લાવવામાં આવેલા આફ્રિકાના જંગલીઓનાં કાળાં મુખ, યુદ્ધ અને વિજ્યથી પવિત્ર બનેલી આ સરિતાના સુંદર કાંઠાઓએ અત્યાર સુધી કદી નીરખ્યા નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com