________________
છે. શિવાજી ચશ્વિ
(પ્રકરણ ૧૨ ૧. શિવાજી રાજાએ મુગલના જે જે જિલ્લા અને પ્રાન્ત કબજે કર્યા હતા, તે બધા કિલ્લાઓ અને
મુલાકે મુગલેને પાછી આપી દેવા. ૨. નિઝામશાહી પ્રાન્તમાં સર કરેલા કિલ્લાઓમાંથી ૧૨ કિલ્લાઓ અને તે કિલ્લાઓને લગતા મુલાકે પિતાને માટે રાખી બાકીના ૨૩ કિલ્લાઓ અને તેને લગતા મુલાકે શિવાજી રાજાએ મિરઝારાજા
સિંહને હવાલે કરી દેવા. ૩. બિજાપુરની આદિલશાહીના જે જે કિલ્લાઓ અને પ્રાન્ત મહારાજે કબજે કર્યા હતા, તે મહારાજને
કબજે રહેવા દેવા.. ૪. શિવાજી મહારાજે દિલ્હીના મુગલ બાદશાહની તાબેદારી સ્વીકારવી. ૫. શિવાજી મહારાજના ૮ વર્ષના પુત્ર સંભાજી રાજાને દિલ્હીપતિએ પાંચ હજારની મનસબ આપી
તેને મુગલાઇન પચહજારી બનાવે. ૬. નિઝામશાહીના મુલકે ઉપરનો વડિલો પાર્જીત હક છોડી દેવા માટે, મહારાજને મુગલ બાદશાહે
આદિલશાહી સલ્તનતના કેટલાક પ્રાંતની થાઈ તથા સરદેશમુખી ઉઘરાવવાને હક આપ. ૭. જંજિરાને પ્રસિદ્ધ કિલ્લે શિવાજી મહારાજને કબજે રાખો.
ઉપરની કલમે પૈકી કલમ ૬ અને ૭ જો દિલ્હીપતિ મંજૂર રાખે તે મહારાજે દિલ્હીપતિને ૪૦ લાખ હેનને બદલે આપો અને એ રકમ દર વર્ષે ૩ લાખ હેનના હપ્તાથી મહારાજે મુગલપતિને ભરવી.
ઉપર પ્રમાણેની તહનામાની કલમો બાદશાહની મંજૂરી માટે જયસિંહ રાજાએ પોતાની ભલામણ સાથે મેકલી આપી. આજ પત્રમાં મહારાજ બાદશાહની મુલાકાત માટે દિલ્હી જાય એ સંબંધમાં લખવામાં આવ્યું હતું. મિરઝારાજાને પત્ર મળે એટલે ઔરંગઝેબ બાદશાહે તહનામામાની ઘણીખરી કલમે મંજૂર રાખી, પણ કલમ ૬ ના સંબંધમાં જણાવ્યું કે મિરઝારાજા જયસિંહ જ્યારે બિજાપુર ઉ૫ર ચડાઈ કરે, ત્યારે મહારાજે મુગલની મદદે રહેવું, એ શરતે ૬ ઠ્ઠી કલમ મંજૂર રાખી. દક્ષિણનાં મુસલમાની રાજ્યોને નાશ કરવા મહારાજે મુગલેને મદદ કરવી. તહનામાની કલમ ૭ જજિરાના કિલા સંબંધી હતી, તે બાદશાહે મંજૂર રાખી નહિ. જયસિહ રાજાની સૂચના મુજબ બાદશાહે શિવાજી મહારાજ માટે શિરપાવ વગેરે મોકલી આપ્યાં. તહનામાના સંબંધમાં નીચેની મતલબને પત્ર મિરઝારાજાએ બાદશાહ ઔરંગઝેબને લખ્યો હતે – “શિવાજીએ મગલોની પ્રત્યક્ષ કરી નહિ સ્વીકારવાને રસ્તે પેળી કાઢીને પોતાના પુત્ર સંભાજીને મુગલની નોકરીમાં મૂકવાની પરવાનગી મેળવી છે. આ સંબંધમાં શિવાજી સાથે ચર્ચા થતાં એણે મને જણાવ્યું કે “મારે હાથે ઘણાં અવિચારી કૃત્ય થએલાં છે અને તેથી કરીને બાદશાહ સમ્મુખ મેં બતાવવાનું મને રહ્યું નથી. હું મારા પુત્રને મુગલની નોકરીમાં મોકલું છું. તેને પચહજારી નીમી તેના ખર્ચ માટે જાગીરને પણ બંબસ્ત થ જોઈએ. હું પિતે તે પતિત - પાપી છું. હું જાતે બાદશાહી મનસબ લેવા તથા બાદશાહની સેવા કરવા તદ્દન નાલાયક નિવડ્યો છું. આવી સ્થિતિ હોવા છતાં પણ દક્ષિણમાં જ્યારે મારી સેવાની જરૂર જણાય ત્યારે બાદશાહ સલામતની સેવા કરવા આ શિવાજી તૈયાર રહેશે અને તન મનથી સેવા કરી બાદશાહને સંતોષ આપશે.” આ ઉપરાંત બીજી બાબતમાં પણ શિવાજી સાથે વાત થઈ હતી. શિવાજીએ જણાવ્યું કે – “તળ કેકણમાં ૪ લાખ હેનની વાર્ષિક આવક તથા બિજાપુરી બાલાઘાટનો ૫ લાખ હેનની વાર્ષિક આવકને મુલક મને આપવામાં આવે જોઈએ. યુગલ લશ્કર બિજાપુર ઉપર ચડાઈ કરે છે તે પૂરી થયા પછી, એ જીતેલા પ્રાંતને કબજે મને મળશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com