________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૧ મું आऊँ । मैं तुझको वे गुप्त पत्र दिखाउं जोकि मैंने शाइस्तः खां के जेब से निकाल लिए थे। तेरी आंखें पर मैं संशय का जल छिडकू (और ) तेरी सुखनिद्रा को दूर करूं । तेर स्वप्मका सच्चा सच्चा फलादेश करूं (और ) उसके पश्चात् तेरा जवाब लूं । यदि यह पत्र तेरे मन के अनुकूल न पडे । (तो फिर) मैं हूं और काटने वाली तलवार तथा तेरी सेना । कल जिस समय सूर्य अपना मुंह संध्या में छिपा लेगा। उस समय मेरा अर्धचंद्र (खड्ग ) मियान को फेंक देगा ( मियान से निकल आवेगा)। વસ, માં હો”
દિલ્હીપતિના ભારે બળવાન લશ્કરનો ઉપયોગ શિવાજી સામે કરવામાં આવ્યો. યુક્તિ પ્રયુક્તિ, પ્રપંચ, બૃહ વગેરેને બહુ સાવચેતીથી અજમાવવામાં આવ્યા છતાં શિવાજી પડ્યો નહિ એ જોઈ જયસિંહને ચિંતા ઉભી થઈ. આવા બાદશાહીબળની મદદથી તે ગમે તેવી જામેલી સલતનતને મૂળમાંથી ઉખેડી શકાય તે શિવાજીનાં મૂળ હજી ઉખેડાતાં નથી. એ જોઈ જયસિંહ રાજા વિચારમાં પડ્યો. વિચાર કરતાં રાજા જયસિંહને લાગ્યું કે મુગલ સલ્તનતની ભારેમાં ભારે શક્તિ શિવાજીને તેડવા માટે વપરાઈ રહી છે. છતાં હજી જડ ઉખડતી નથી માટે કુદરતની એના ઉપર કૃપા હોવી જોઈએ, નહિ તે ગઈ કાલનું છોકરું હજુ એની સત્તા પૂરેપૂરી જામી પણ નથી અને આવી રીતને સામને જામેલી સત્તા સામે કરી શકે છે, એથી લડતને કુદરત અનુકુળ દેખાય છે, નહિ તે ભલભલા સરદારનું એ પાણી ઉતારી શકત નહિં. બિજાપુર જેવી જામેલી સલ્તનતને ઢીલી કરી, થરથરાવી શક્ત નહિ. શિવાજીની લડત હિંદુત્વના રક્ષણ માટે અને પ્રજાને સુખ આપે એવા સ્વરાજ્યની સ્થાપના માટે છે, એવું પ્રજા માની બેઠી છે તેથી પ્રજામાં એ માનીતે થઈ પડી છે. એણે ઉપાડેલી લડત પવિત્ર છે અને તે લેકે ઉપરના જુલમે દૂર કરવા નમૂનેદાર નવી સત્તા સ્થાપવા ઈચ્છે છે એવી લોકોને ખાતરી થઈ ગઈ છે, એટલે પ્રજાના હૈયામાં એણે પોતા માટે ઉંડું સ્થાન મેળવ્યું છે. આવા સંજોગોમાં તે “ગાય બચાવીને રતન કાઢવામાં આવે” તે જ ઈજત સચવાય અને બાદશાહ તરફની વફાદારીને કલંક ન લાગે. શિવાજી જેવા બુદ્ધિશાળી સરદારને ઔરંગઝેબ જેવા બળિયા બાદશાહ સાથે મેળ થઈ જાય તે એના જેવું બીજું રૂડું કાંઈ નહિ. એતો “દૂધમાં સાકર ભળ્યા જેવું થાય”, પ્રજાની ખરાબી થતી અટકે અને દેશ આબાદ થાય. જયસિંહે બહુ ઉડે વિચાર કર્યો, અનેક દૃષ્ટિથી વિચાર કરતાં આખરે શિવાજી અને બાદશાહને મીઠો સંબંધ બાંધવાના પ્રયત્નો કરવાનો નિશ્ચય કર્યો. મિરઝારાજાએ નીચેની મતલબનો પત્ર શિવાજી મહારાજને લખી પોતાના જાસૂસને તે લઈ રવાના કર્યો.
ઔરંગઝેબ અતિ બળવાન બાદશાહ છે. તેમની સાથે મિત્રતા બાંધવી એ જ ઉચિત છે. તેમની સાથે દુશ્મનાવટ કરવાથી પરિણામ સારું આવશે નહિ. અમે જેમ જયપૂરના (કછવા કુટુઅના) છીએ તે જ પ્રમાણે તમે ઉદેપુરના સિસોદિયાના વંશ જ છો. તમે ઉચ્ચ વંશમાં જન્મ્યા છે તથા હિંદુધર્મનું તમને સંપૂર્ણ અભિમાન છે, એ જોઈ મને અતિ સંતોષ થાય છે. સ્વધર્મરક્ષણાર્થે અને સ્વરાજ્ય સ્થાપનાર્થે તમે જે ઉદ્યોગ કર્યો છે. તેમાં મારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. તમારું રક્ષણ કરી તમારી સત્તા હમેશાં ટકાવી રાખવી એ જ મારી ઈચ્છા છે, વગેરે વગેરે.” (કેળુસ્કર શિવાજી ).
મહારાજ ભારે ચિંતામાં હતા. સંજોગોને પહોંચી વળવા માટે હવે કો રસ્તા લે એ વિચારમાં ગમગીન હતા. જયસિંહને ચિંતા હતી તેથી વિશેષ ચિંતા કેટલીક બાબતમાં મહારાજને હતી. જયસિંહ સાથે સલાહ કરવાને મહારાજે વિચાર કર્યો હતો, પણ સુલેહ માટે વાતાવરણ શી રીતે ઉભું કરવું એ ચિંતામાં મહારાજ હતા, એટલામાં શિવાજી મહારાજને ઉપરની મતલબને મિરઝારાજાને પત્ર અણધાર્યો મળે, એટલે તે ઉપર વિચાર કરવા મહારાજે પોતાના જવાબદાર અમલદારો, સલાહકારો અને ગડિયાઓને લાવ્યા અને સ્થિતિ તથા સંજોગે ધ્યાનમાં લઈ જયસિંહ રાજા સાથે સલાહ કરવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com