________________
પ્રકરણ ૧ ૯ ]
છે. શિવાજી ચરિત્ર ભવાનીએ મને સ્વમામાં દર્શન દીધાં અને મને હિંમત આપી. “અફઝલખાનને મારવાનું બળ હું તારામાં મૂકું છું. તું ચિંતા ન કર. વિશ્વાસ રાખ” એવું મને કહીને શ્રી તુળજા ભવાની અદશ્ય થયાં” (શ્રી કૃષ્ણાજી સભાસદ કૃત “શિવ છત્રપતિ ત્રિપાનું ૧૧). શિવાજીના મુખ ઉપર નવું તેજ ચમકારો મારવા લાગ્યું. એના શબ્દોમાં શ્રદ્ધા અને વિશ્વાસ દેખાવા લાગ્યાં. શિવાજીએ તરત જ પિતાના વિશ્વાસ અમલદારે. અધિકારીઓ અને સરદારને તેડાવ્યા. તેમને બધાને શિવાજીએ જીજાબાઈને કહેલી નાની હકીકત સંભળાવી અને બધા પાછા વિચાર કરવા બેઠા. બધાને વિચારમાં પડેટ શિવાજી બોલી ઊઠયા -“શ્રી ભવાનીએ જ્યારે મને હિંમત આપી છે, જ્યારે શ્રી ભવાનીની મને આજ્ઞા છે ત્યારે મને અપયશ મળશે એવી શંકા પણ મારે શા માટે રાખવી ? શ્રી કુલદેવી ભવાની ઉપર તમને બધાને વિશ્વાસ છે અને શ્રદ્ધા પણ છે. શ્રી ભવાનીની કૃપાથી આજ સુધી આપણે વિજય મેળવ્યો છે. તમારી બધાની સલાહ અને મદદથી અને પરમપૂજ્ય જીજામાતાના આશીર્વાદથી, શ્રી ભવાનીએ મારામાં મૂકેલા બળથી હું યવનોનો નાશ કરવા શક્તિમાન થઈશ, એવી મને પૂરેપુરી ખાતરી છે. તમારા જેવા મરદ માણસો મહારાષ્ટ્રમાં જીવતા છે ત્યાં સુધી હિંદુત્વના રક્ષણ માટે, આપણે હિંદુ રાજ્ય સ્થાપવાનું નક્કી કર્યું છે તેમાં જરૂર આપણને છત મળશે. આપણું પૂજ્ય પ્રતિમાઓને મુસલમાને લાત મારી ભાંગી નાંખે. આપણાં મંદિરનાં ખંડેર કરી નાંખે, આપણને પૂજ્ય એવી ગૌમાતાને કાપી તેનું લેહી મંદિરમાં છાંટે, આપણી સ્ત્રીઓનાં અપમાન કરે, તેમના ઉપર અત્યાચાર કરે, તેવા મુસલમાનોની સત્તા તેડવાના કામમાં શ્રી ભવાની આપણને યશ આપવાનું વચન આપે છે તે હવે શંકા ન રાખો. હિંદુત્વ જે વખતે આફતમાં આવી પડયું છે તે વખતે અફઝલખાનનો નાશ કરવા માટે મહારાષ્ટ્રના મરદો હાથમાં માથું લઈ મરણને ભેટવા મેદાને પડે તો જ હિંદુત્વનું રક્ષણ થાય એમ છે. મને શ્રી ભવાનીના શબ્દોમાં શ્રદ્ધા છે. તેમના વચનમાં વિશ્વાસ છે. મરણને ભેટવા માટે મારી તૈયારી છે. હિંદુત્વના તારણહાર, ભાવી હિંદુ રાજ્યના આધારસ્થંભ, મારા જીવનના સુખદુખના સાથીઓ! તમારી સામે હવે બે જ રસ્તા છે. તમારા પ્યારા દેશ હિંદુસ્થાનમાં જ હિંદુ ધર્મને નાશ થતે, તમારા મંદિરે તૂટતાં લૂંટાતાં ભંગાતાં અને જમીનદોસ્ત થતાં, તમારી પૂજ્ય મૂર્તિઓના ટુકડા ઘંટીમાં ઘાલીને દળાતા, તમારા ધર્મમાં જેને પૂજ્ય ગણી છે એવી ગૌમાતાઓની કતલ થતી તમારી નજરે તમારે જોવી હોય તે ઈજત વગરનું જીવન જીવવા સલામત ખૂણે ખળો. તમને નાક કરતાં ગરદન વધારે વહાલી હોય તે ક્ષણભંગુર કાયાના મેહમાં લપટાઈને અમરકીર્તિ ઉપર લાત મારી કૂતરાં બિલાડાનું જીવન જીવવા તૈયાર થાઓ. હિંદુસ્થાનના ઇતિહાસમાં મહારાષ્ટ્રના મરદનું વર્ણન શું કાળી શાહીથી લખાશે? અરે ! મહારાષ્ટ્રના મરદોની મરદાઈ લખતી વખતે ઇતિહાસકારોની કલમ શરમાશે તેનો વિચાર કરો. શું ભવિષ્યની પ્રજા એમ કહેશે કે મહારાષ્ટ્રના હાથમાં હિંદુત્વના ઉદ્ધારનું કામ પ્રભુએ મૂક્યું ત્યારે મહારાષ્ટ્રના વીરે નબળા નીકળ્યા, નાલાયક નીવડ્યા? નહિ નહિ. હું એ કલંક મહારાષ્ટ્ર ઉપર નહિ આવવા દઉં. વહાલા સરદારે. મને તે ખાતરી છે કે ભારતવર્ષના ઇતિહાસમાં મહારાષ્ટ્રની મદઈને ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે. ભવિષ્યમાં ભારતખંડની પ્રજા સંકટ સમયે, આફત વખતે તમારી કીર્તિનાં ગીત ગાઈ સ્કૂતિ મેળવશે. આજે મહારાષ્ટ્રમાં જેને જીવે વહાલે હય, તે ઘેર બેસી મેં છૂપાવી છવાય ત્યાં સુધી જીવે. મોત તે માણસને ખૂણામાંથી પણ ખેંચી કાઢશે. જેને ધર્મ અને ઈજ્જત વહાલાં હોય તે હાથમાં માથું લઈ મરણને ભેટવા તૈયાર થાય. મારે તે નિશ્ચય છે. હું તે મહારાષ્ટ્ર કલંકિત થાય એ રસ્તો નહિ સ્વીકારું. શું હિંદુસ્થાનના હિંદુઓના ઈતિહાસમાં એમ કહેવાશે કે હિંદુઓનાં દેવમંદિરે તેડતો, મૂર્તિઓ ભાંગતો, ગાયને કાપતો, હિંદુ પ્રજાને હણતા અફઝલખાન શિવાજી ઉપર ચડાઈ કરીને આવ્યો ત્યારે જિંદગી અને વૈભવને વધારે વહાલાં ગણી મરાઠાઓ અફઝલખાનને શરણે ગયા અને હિંદુત્વના રક્ષણની વાત મૂળમાંથી ભૂલી જ ગયા. નહિ, નહિ, મારા વહાલા સાથી અને સરદારોના મેં ઉપર વિરત્વ છલકાઈ રહેલું હું જોઈ રહ્યો છું. દુશ્મનના દમન માટે એમના બાહુ ફુરણ પામી રહ્યા છે એ હું જાણું છું. શત્રુ ઉપર હલે કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com