________________
પ્રકરણ ૯ મું]. છે. શિવાજી ચરિત્ર
૩૧૫ દૂર, તાપી નદીના દક્ષિણ કાંઠા ઉપર આવેલું શહેર. હિંદુસ્થાનમાં ધમધોકાર વેપાર ચાલતો હોય એવા જાહેરજલાલીની ટોચે પહોંચેલા, જ્યાં અઢળક દ્રવ્ય ભરેલું હોય અને પ્રજા પણ વૈભવ અને વિલાસ ભગવતી હોય એવાં શહેરો તો આંગળીને ટેરવે ગણાય એટલાં જ હતાં અને તે પૈકી સુરત બંદર એક હતું. એ શહેરના બહુ જાના ઇતિહાસમાં અમે વાંચકને ઉતારીશું નહિ પણ સુરત સંબંધી લખતી વખતે એના ઉપર વારંવાર થયેલા આક્રમણની તે જાણ વાંચકેને કરાવવી જ જોઈએ. સુરતની સંપત્તિએ સુરત ઉપર અનેકવાર અનેક સંકટો આણ્યાં છે. સુરતની સંપત્તિએ અનેક બળિ ધ્યાન ખેંચ્યાં હતાં અને ઘણા બળવાન રાજાઓએ પિતાની ધનની તૃષા સુરતને લુંટીને તૃપ્ત કરી છે. અનેક વખતે લૂંટાયા છતાં સુરત સુરત જ રહ્યું છે, એ એની ખાસ ખૂબી છે. સુરત શહેરના સાહસિક વેપારીઓ પરદેશ સાથે જબ વેપાર ખેડી અઢળક ધન પરદેશથી ખેંચી લાવતા, એટલે લૂંટાયા પછી પણ થોડો કાળ જાય એટલે વેપારના જોર ઉપર સુરત પાછું ટટાર થઈ જતું. સુરતને કબજે રાખવામાં દિલ્હીના બાદશાહો મગરૂર થતા અને માન સમજતા. મુસલમાનેએ હિંદમાં ગાદી કરી, તે પહેલાં એટલે પૃથ્વીરાજ ચૌહાણના વખતમાં પણ સુરત જાહેરજલાલી જોગવતું હતું. દિલ્હીના વિજેતા મહમદ ઘોરીની આંખ સુરત ઉપર પડી અને એણે સુરત લૂંટયું (કિ કેડ અને પારસનીસ). સુરતને લૂંટવાની શરૂઆત ઘેરીએ કરી. મહમદ ઘોરીએ આ શહેર લૂંટયું, તે ઉપરથી સાબિત થાય છે કે મહમદ ઘેરીએ ચઢાઈ કરી તે પહેલાં આ શહેર આબાદ અને જાહોજલાલીમાં હોવું જ જોઈએ. ઘોરીની લૂંટ પછી ફરી સુરત ટટાર થયું અને પોતાનો વેપાર કરતું થઈ ગયું. દિલ્હીની ગાદી ઉપર મહમદ તઘલખ હતો ત્યારે ગુજરાતમાં કેટલાક સરદારોએ બંડ ઉઠાવ્યાં. બંડખેર સરદારને સજા કરી સીધાદોર કરવા માટે મહમદ તઘલખે ગુજરાત ઉપર ચડાઈ કરી. એ ચડાઈમાં મહમદ તઘલખે સુરત લૂંટયું હતું. મહમદ તઘલખે કરેલે ઘા પણ સુરત રૂઝવી શક્યું. ગુજરાતના બાદશાહની ગૂંસરી નીચે સુરત ફરી પાછું આબાદ થયું. ઈ. સ. ૧૫૧૨ની સાલમાં પોર્ટુગીઝ લેકેએ સુરત શહેર લૂંટી પાયમાલ કર્યું. ત્રણ વખત આ શહેર લૂંટાયું એટલે ગુજરાતના બાદશાહે શહેરના રક્ષણ માટે સુરતની આસપાસ કેટ બાંધવાનો હુકમ કર્યો. હુકમ મુજબ કેટ બંધાય પણ જે હેતુથી કેટ બાંધવાને હુકમ થયો હતો તે હેતુ ફળીભૂત થાય એ કેટ ન બંધાય. કેટની દિવાલ નબળી અને તકલાદી હતી. ઓગણીસ વર્ષ પછી એટલે ઈ. સ. ૧૫૩૧માં પોર્ટુગીઝ લેકાએ પિતાનાં વહાણ તાપી નદીમાં ધકેલ્યાં, સુરતમાં પેઠા અને સુરત લૂંટવું. કોટ બંધાવ્યા પછી પણ સુરત લુંટાયું એટલે ગુજરાતના બાદશાહને
| લાગી આવ્યું અને ત્યાં તાપી નદીને કાંઠે એક મજબૂત કિલે બાંધવાનું નક્કી કર્યું. સંકટ વખતે રક્ષણ કરવા માટે મજબૂત કિલ્લાની ખાસ જરૂર જણાયાથી બાદશાહે તાકીદે કિલ્લે બાંધવાનું કામ રાફી આગા નામના એક તૂર્કને સંપ્યું. પોર્ટુગીઝ લેકેએ શફી આગાને લાંચ આપી ફોડવો અને કિલ્લાનું કામ બોળભે નાંખવા એને સમજાવ્યો. ઈ. સ. ૧૫૪૬ની સાલમાં કિલ્લાનું કામ એણે પુરું કર્યું. શશી આગાએ આ કિલ્લે બહુ જ સુંદર, મજબૂત અને નમૂનેદાર બાંધ્યો હતો. તાપી નદીની બાજીએ મજબૂત કોટ કિલાનું રક્ષણ કરી રહ્યો હતો. શહેરની બાજુએ એ કિલાના રક્ષણ માટે છે ટ પહોળી ખાઈ ખોદવામાં આવી હતી અને પાંત્રીશ વાર પહોળાઈની દિવાલ કિલ્લાનું શહેર તરફની બાજાએથી રક્ષણ કરતી હતી. ઈ. સ. ૧૫૭૩માં દિલ્હીના બાદશાહ અકબરે સુરત જીત્યું. આ સાલથી સુરત મુગલ બાદશાહતને શોભાવનારું ઘરેણું બન્યું. આ જ સાલમાં દિલ્હીના શહેનશાહે પોર્ટુગીઝ સાથે તહનામું કર્યું અને એ તહનામાને લીધે પોર્ટુગીઝ લેકેને વેપાર સુરત શહેરમાં ધમધોકાર ચાલવા માંડયો. ઈ. સ. ૧૬૧૨માં ઈગ્લાંડની ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રતિનિધિ સુરત શહેરમાં વેપાર માટે આવ્યા અને શાહજહાન બાદશાહે એમને સુરતમાં કેઠી ઘાલવાની પરવાનગી આપી. ઈ. સ. ૧૬૨૦માં ફેંચ લેકે વેપાર માટે સુરત બંદરે આવ્યા. દુનિયામાં પ્રસિદ્ધ પામેલું, આંખને આનંદ આપે એવું અને કિંમતમાં પરદેશી વેપારીઓને પરવડે એવું હિદુસ્થાનનું કાપડ ખરીદી સુમાત્રામાં તે વેચી ધીમે ધીમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com