________________
પ્રકરણ ૭ મું] છે. શિવાજી ચરિત્ર
૨૮૭ જંજીરા મેળવવું એ હમણું તે તારી શક્તિ બહારનું કામ છે. હું તને બીજે બેટ આપીશ. તે ઉપર તું જંજીરા જેવો મજબૂત કિલ્લો બાંધી શકીશ.” કહેવાય છે કે આ સાક્ષાત્કાર થયાથી મહારાજે ઘેરે ઉઠાવી લીધો. માલવણને કિનારે દરિયાઈ કિલ્લો બાંધવા માટે મહારાજે પસંદ કર્યો. ત્યાંના બેટની જમીન અનુકૂળ છે કે નહિ તથા જળવેગ કયાં વધારે છે તે નક્કી કરવાનું કામ મહારાજે તે કામના માહિતગાર કેળી લેકેને સોંપ્યું. કાળી લોકેએ જીવની દરકાર રાખ્યા સિવાય મહેનત કરી, મહારાજને જરુરની બધી હકીકતથી વાકેફ કર્યા. આ કાળી લોકેના કામની મહારાજે કદર કરી.
આ કિલ્લાના બાંધકામ સંબંધી વધુ હકીકત નૌકાબળ સંબંધીના પ્રકરણમાં આવશે. જંજીરાનો ઘેરે ઉઠાવવાનું કારણ મહારાજને સાક્ષાત્કાર થયો હતો એ હતું એમ શિવભારત જણાવે છે, પણ ઇતિહાસની દૃષ્ટિથી જોતાં નીચે પ્રમાણેનું બીજું કારણ પણ જણૂાય છે.
શિવાજી મહારાજે પાછું માથું ઊંચું કર્યું અને મુલકે લેવા માંડ્યા એટલે બિજાપુર બાદશાહને પાછા અજપ શરૂ થયો. આ માણસનું શું કરવું, શી રીતે દબાવી દેવો અને શી રીતે એનાં જડમૂળ .ઉખેડી નાખવાં એ ચિંતામાં અલી આદિલશાહ પડ્યો.
વાડીના સાવંતે પણ મહારાજનો ઉત્કર્ષ ખમી શકતા ન હતા. એ પણ તેજોષથી સળગી રહ્યા હતા. શિવાજીની વધતી જતી સત્તાને દાબી દેવામાં આવે તે પિતાનું બળ ખૂબ વધે એ દાનતથી સાવંતે શિવાજીની સત્તા વધે તેમાં જરાએ રાજી ન હતા. એમની ખાતરી હતી કે જયાં સુધી શિવાજીની સત્તા જામેલી છે ત્યાં સુધી એ પોતે પ્રબળ થઈ શકશે નહિ અને શિવાજીને દબાવવાની એમનામાં શક્તિ નથી, એટલે એમણે વિચાર કર્યો કે બિજાપુરના બાદશાહની કુમક લઈ શિવાજીને નમાવવો. આવી રીતને વિચાર કરી સાવતિએ અલીને જણાવ્યું કે “શિવાજીની સત્તા દિવસે દિવસે પાછી જામવા લાગી છે. એનાં મૂળ ઊંડાં જશે તે બાદશાહતને નુકસાનકારક પણ નિવડશે. અમને પણ એની સત્તા સાલે છે. વખતસર એને દાબી દેવામાં નહિ આવે તો પાછળથી જડ જામ્યા પછી એનું નામ દેવું ભારે થઈ પડશે. બાદશાહ સલામતની ઈચ્છા હોય અને અમારી મદદે બિજાપુરનું લશ્કર અને મુળના બાજી ઘર પડેને આપવામાં આવે તે અમો શિવાજીની સામે ઝુંબેશ મચાવી એને જમીનદોસ્ત કરી નાખીશું.” શિવાજીની સામે થવા કેઈ સરદાર તૈયાર થાય છે તેને મદદ આપવા બિજાપુર સરકાર બહુ ખુશીથી તૈયાર થાય, એવી સ્થિતિ હતી. શિવાજીને સામનો કરે એવા કેઈ સરદારની શેાધળમાં અલી હતા, એવામાં સાર્વતિની આ સૂચના આવી. બાદશાહે બહુ આનંદથી એ સૂચના સ્વીકારી અને બહીલેલખાનની સરદારી નીચે બાદશાહે લશ્કરની એક ટુકડી સાવંતની મદદે મોકલી. વાડીના સાવંતને શિવાજીની સામે પૂરેપૂરી મદદ કરવા બાદશાહે માળના બાળ ઘોરપને હુકમ મોકલે બિજાપુર સરકારના સૈન્યની મદદથી વાડીના સાવંતે અને મુળના બાજી ઘેર પડે મહારાજને જડમૂળથી ઉખેડી નાખવાની તૈયારી કરી રહ્યા છે એવી ખબર મહારાજને મળી. આ ખબર મળી એટલે મહારાજ સાવંત અને ઘેર પડેનો સામનો કરી તેમની સાન ઠેકાણે આણવાના વિચારથી જંજીરાને ઘેરે ઉઠાવી વિશાળગઢ ચાલ્યા ગયા. અહીં મહારાજને તેમના પિતા સિંહાજી રાજા તરફથી પત્ર મળે, જેમાં બાજી ઘર પડેના સંબંધમાં સૂચના કરવામાં આવી હતી. બાળ ઘોરપડે અને સિંહાજીને બિયાબારું હતું એ આપણે પાછળ વાંચી ગયા છીએ. એક બીજાને જબરે દુશ્મનાવટ હતા. ખુદ બિજાપુરના બાદશાહે જાતે સિંહા અને બાળ ઘેર પડે વચ્ચે મીઠાશ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ બાજીએ સિંહાજીને દીધેલું દુખ અને કરેલ વિશ્વાસઘાત સિંહાજી ભૂલ્યા ન હતા. આદિલશાહીમાં સિંહાજીને અનેક રીતે સતાવનાર બાજી ઘર પડે હતો અને સિંહાને બાજી ઘર પડે ભારે દ્વેષ કરતો. સિંહાએ પોતાના પુત્રને પિતાના કટ્ટા વેરી બાજી ઉપરનું વેર વસૂલ કરવા પત્ર લખ્યો હતો. આ પત્રથી મહારાજની નજર આગળ બાજીનાં દુષ્ક ખડાં થયાં. પિતાને સતાવનાર, તેમને ક્લ કરનાર, ઇર્ષાને લીધે તેમના ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com