________________
૩૦૮
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૮મુ
છે. આપણી પાસે કંઈ સાધન ન હતું ત્યારે આપણે શત્રુને હુકાવી શક્યા છીએ, તે હવે તા ઈશ્વરે આપણને સાધને આપ્યાં છે. આપણામાં હિંમત હશે અને આવા હશે, તે એનાં સાધને આપણાં જ થવાનાં છે. આપણુને લેતાં આવડે તે એનું ભારે લશ્કર એને જ ભારે પડવાનું છે. તમારા બધાંના સહકારથી હું ખાનને મહારાષ્ટ્રની સમશેરને સ્વાદ ચખાડવાને છુ, મારી સમશેર એના લાહીની તરસી છે. મે' ખાનની બાબતમાં સાહસ ખેડવાના નિશ્ચય કર્યો છે. આપણી લડાઈ વાજબી છે. પ્રભુ આપણી પડખે છે. આપણે હેતુ ધરક્ષણને છે. તમારી બધાંની મદદથી, ઈશ્વરની કૃપાથી અને માતુશ્રીના આશીવાઁદથી મને જય મળવાનો છે, એની મને પૂરેપુરી ખાતરી છે. ખાન મહારાષ્ટ્રનું પાણી માપવા આવ્યેા છે. એનું પાણી માપવાની પ્રભુ મારામાં શક્તિ મૂકે એટલી જ હું પ્રભુને પ્રાર્થના કરૂં છું. ન કરે નારાયણ અને સેવા કરતાં જ હું ખપી તેા હિંદવી સ્વરાજ્યની લડત પૂરવેગે આગળ ધપાવજે, મે સાહસ કરવાને નિશ્ચય આ કામમાં મારી સાથે આવવા કાણુ તૈયાર છે ? આ વખતે મારા સાથી થનારે પાતાની સૌભાગ્ય કંકણુ છેલ્લેછેલ્લાં જોઈ તે જ આવવું. મારા સાથીએ તે પોતાની ઉત્તર ક્રિયાની તૈયાા કરોને જ આવવાનું છે. મેતને ભેટવા માટે જ આવવાનું છે. જીવવાની જેને જરા પણ ઈચ્છા કે લાલસા હાય, તે સુખેથી પોતાને ઘેર પા જાય. સ્ત્રી, પુત્ર, ખાલખચ્ચો, ધનદોલત, મેાજશાખ, વાડીવા, વિલાસવૈભવ વગેરેનાં બંધન જે ન તેાડી શક્યા હેાય તે ભલે પાછા જાય. મારે જાગીર છે, વતન છે, વાડી છે, વૈભવ છે, વિલાસ છે, બધું છે છતાં મારા વહાલા દેશ અને પ્યારા ધર્મની ખાતર મેં એ બધાંને દૂર કર્યા છે. મારા ધર્મની ખાતર ભેખ લેવામાં મને આનંદ થાય છે. હિંદુત્વની ખાતર એ બધાં ઉપર જળ મૂકતાં મને જરાયે આંચકા નથી આવતા. આ વખતે મારા સૈનિકાનું પણ પાણી તાળાશે. જે મારા ખરા સાથી હાય, મરણુમાં ભાગીદાર હાય, જેમતે દેશ, અને ધર્મની દૂશા અસા લાગતી હૈાય અને જે હસતે માંઢે મરવા તૈયાર હાય, તે જ મારી સાથે રહી શકશે. હું મારા બહાદુર સૈનિકાને ફરી ફરીને જણાવું છુ કે જેને મેહ હાય તેણે ઘેર પાછા જવું. અમે તેા અંગાર સાથે કુસ્તી ખેલવા બહાર પડયા છીએ.
ઉપર પ્રમાણે ભાષણ કરી, મહારાજે પેાતાના સરદાર અને સૈનિકાને આ વખતનો જોખમદારી સમજાવી. મહારાજના શબ્દોથી સૈનિકાના માં ઉપર ઉત્સાહ દેખાવા લાગ્યા. સૈનિકા તરફથી એક નાયકે ઊભા થઈ ને જવાબ આપ્યાઃ- જ્યારથી અમેા મહારાજાની સાથે જોડાયા છીએ, ત્યારથી જ અમે પૂરેપુરા વિચાર કર્યાં છે. દેશ અને ધર્મને માટે ના થવાની તૈયારીથી જ આપની પાસે અમે રહ્યા છીએ. મહારાજ ! આપ અમારા માલીક છે. અમારા માબાપ છે. દેશ અને ધમ આપને જેટલાં વહાલાં છે તેટલાં જ અમને પણ છે. મહારાજ ! ખરું જોતાં તે આ આખી લડત જ કચડાતાં, પિલાતાં, બાંધવે ના બચાવ માટે જ છે, એટલે કે અમારા ભલા માટે છે. ખરી રીતે તે આ લડત અમારી છે. આપ તે અમારે માટે જ લડે છે. અમારી લડત માટે અમે નહિ મરીએ તા ખીજું કાણુ મરશે ? મહારાજ હજી ધરતીએ બી નથી ચેર્યું. મહારાજ ! મરવાનું કામ અમારું' છે. ક્યાં મરવું એ સ્થળ બતાવવાનું તથા શું કરતાં મરવું એ બતાવવાનું કામ મહારાજનું છે, અમેાએ અમારું સર્વસ્વ આપને ચરણે અર્પણ કર્યું છે, દેશ અને ધર્મને માટે આપ અમને, આપને ઠીક લાગે ત્યાં મોકલો. ” પેાતાના સૈનિકાની તૈયારી અને ઉત્સાહ જોઈ, મહારાજને આનંદ થયા. પછી મહારાજે પોતાના લશ્કરમાંથી ૧૫૦૦ માણસો ચૂંટી કાઢવા અને એ ૧૫૦૦ માંથી ૪૦૦ પેાતાની સાથે લેવા માટે પસંદ કર્યાં.
પૂનામાં ખાને પાકા બંદોબસ્ત રાખ્યા હતા અને પહેરા વગેરે બહુ સખત ગાઠવ્યા હતા. કેટલાક માસ આવા સખત બંદોબસ્તમાં ગયા અને કાઈપણ જાતના અવનવા બનાવ ન બન્યા એટલે સખ્તાઈ એની મેળે ઢીલી થતી ગઇ. ચાકી પહેરા કાયમ હતા પણ તેમાંની સખ્તાઈ જતી રહી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com