________________
છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૪ થું બહુ પરાક્રમી અને હિંમતવાન હતો. કર્ણાટકમાં વિગ્રહ ચાલ્યો ત્યારે તેણે બહુ બહાદુરી બતાવી હતી, પોતાના ધણીને જૌહર નીમકહરામ નીવડ્યો તેથી બિજાપુર બાદશાહની એના ઉપર ઈતરાજી થઈ હતી. પછી તે કર્નલ પ્રાંતમાં સ્વતંત્ર રાજ્ય ચલાવવા લાગ્યા. બાદશાહની ઈતરાજી જૌહરને મનમાં ખૂંચતી હતી. બાદશાહને રાજી કરવા માટે એણે અનેક પ્રયત્નો કર્યા. પોતે કરેલે ગુનો જાતે કરવા જોહરે બાદશાહને વિનંતિ કરી. જૌહર પરાક્રમી હતા, હિંમતવાન હતું, બહાદુર યોદ્ધો હતો. એની પાસે મુલક હતે, ધન હતું, સત્તા હતી. એની પાસે જે ધનદેલત હતાં તેથી એ ધરાયો હતો પણ એ બિજાપુર બાદશાહની મીઠી નજરને ભૂખ્યા હતા. બિજાપુર સરકારની મરજી સંપાદન કરવા એણે પ્રયત્નો કરવા માંડ્યા. અલી આદિલશાહને લાગ્યું કે આ વખતે જૌહરનો ઉપયોગ કરી લઈએ. એક પંથ અને બે કાજ આ વખતે સાધી લઈએ. બાદશાહે જૌહરને જણાવ્યું -“તમે શિવાજી ઉપર ચડાઈ કરી એને મદ ઉતારશે અને એને સીધો દેર કરશો તે બિજાપુર સરકારની મહેરબાનીને પાત્ર થશે, એટલું જ નહિ પણ તમે આ બાદશાહતમાં ઊંચી પદવી અને ભારે અધિકાર પામશે.” સીદી બ્રહર તે શુરો હતે. એણે શિવાજી મહારાજ ઉપર ચડાઈ લઈ જવાની હા પાડી. જોહરના જવાબથી બાદશાહની ચિંતા દૂર થઈ. શિવાજીને મારે છે, દાબ છે, હરાવે છે, મસળી નાંખવો છે, એવી ઈચ્છા આદિલશાહી સરદારની હતી પણ એ કામ કેણે કરવું એને જ નિકાલ થતું ન હતું. જોહરના જવાબથી બધાની ચિંતા દૂર થઈ ગઈ બાદશાહે બિજાપુરમાં ભારે દરબાર ભરી સીદી સૈહરને “સલાબતજંગ”ને ઈલકાબ આપે. બાદશાહે જોહર સાથે મોકલવા મેટું લશ્કર તૈયાર કર્યું. શિવાજીને નાશ કરવા માટે અફઝલખાન સાથે બિજાપુર સરકારે લશ્કર મોકલ્યું હતું તેના કરતાં આ વખતે બમણું લશ્કર સીદી જોહર સાથે મોકલ્યાનું કહેવાય છે. સલાબતપંગની સાથે આદિલશાહે આસરે ૧૬ થી ૨૦ હજાર જોડેસ્વાર અને ૩૫ થી ૪૦ હજારનું પાયદળ મેકહ્યું હતું.
હરની મદદમાં તેની સાથે પોતાના ચૂંટેલા નીચે પ્રમાણેના ચુનંદા સરદારોને તેમના લશ્કર સાથે બાદશાહે રવાના કર્યા હતા.
(૧) સરદાર ફાજલખાન (૨) સ. રૂસ્તમઝમાન (૩) સ. સાદતખાન (૪) સ. બાજીરાજ ઘેર પડે (૫) કર્ણાટકના પ્રસિદ્ધ પીડ નાઈકે (૬) સ. વલ્લીખાનના પુત્ર ભાઈખાન (0) સ. જોહરના જમાઈ સીદી મસૂદ અને એવા બીજા કેટલાક અનુભવી અને ચમરબંધી સરદાર (વિકાસ).
સીદી જૌહરને આદિલશાહી લશ્કરની ગોઠવણ કરવાનું તથા ભાવી લડાઈ માટે વ્યુહ રચવાનું કામ સોંપી આપણે દિલ્હીપતિ ઔરંગઝેબ તથા મુગલાઈ તરફ સહેજ નજર કરીએ.
શિવાજી મહારાજને જડમૂળથી ઉખેડી નાંખવાની અને બિજાપુરની બાદશાહત ગળી જવાની એ બે ઈચ્છા ઔરંગઝેબની હતી. શિવાજી અને બિજાપુર હિકમતથી એઈયાં કરવાનો વિચાર એના મગજમાંથી જરાએ દૂર ખસ્યું ન હતું. ગમે તે બહાને એ બંનેને નાશ કરવાની એની દાનત હતી.
ઔરંગઝેબ બચપણથીજ પૂર્વ અને કુનેહબાજ હોવાથી ભેદનીતિથી પોતાની મતલબ હાંસલ કરી લેવાની રમત રમી રહ્યો હતો. પોતાની મતલબ હાંસલ કરી લેવા માટે આબાદ યુક્તિઓ રચવાની તાલીમ તે એને જાણે ધાવણમાંથી જ મળી હોય એવે એ આવા કામમાં ઉસ્તાદ હતા. બિજાપુરને નિર્બળ બનાવવા માટે એ શિવાજી સાથે સહકાર કરતા અને શિવાજીને બિજાપુર સામે ઊભો પણ કરતા. બિજાપુરની સામે માથુ ઉંચકવામાં શિવાજીને ઔરંગઝેબે ઉત્તેજન આપેલું છે. ગોવાના ગવર્નરે પોર્ટુગાલના રાજને તા. ૧૮ ડીસેંબર, ૧૬૫૯ ને રોજ એક પત્ર લખ્યો હતો તેમાં ચેખું જણાવ્યું હતું કે “શિવાજીએ આદિલશાહી મુલાકે ઝપાટાબંધ લેવા માંડ્યા છે અને એ ઝપાટે જે કાયમ રહેશે તે બિજાપુરનું રાજ્ય એના કબજામાં આવી જશે. આ શિવાજીને ઔરંગઝેબને ટેકો છે.”
ઔરંગઝેબ શિવાજીને બિજાપુરની વિરુદ્ધ ચડાવતો હતો એ ઉપરના પત્રથી અને બીજા અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com