________________
ર
પ્રકરણ ૪થું ]
છે. શિવાજી ચરિત્ર દાખલાઓ પરથી જણાઈ આવે છે. શિવાજી વધારે બળવાન બની જાય તે માટે ઔરંગઝેબે બિજાપુરને શિવાજી મહારાજની વિદ્ધ ઘણી કેરા ચડાવ્યાના દાખલા છે. એક બીજાને સામસામે લડ નબળા કરવાની બાછ ઔરંગઝેબની હતી. ઔરંગઝેબ ઉત્તર હિંદુસ્થાનમાં ગયા પછી ઉત્તરની બાજી બદલાઈ તેમ દક્ષિણના સંજોગો પણ બદલાઈ ગયા. પોતે ગાદીનશીન થયાના આનંદના સમાચાર ઔરંગઝેબે પત્રથી શિવાજી મહારાજને જણાવ્યા હતા અને બન્ને વચ્ચે જેવી મીઠાશ છે તેવી જાળવી રાખવા પત્રમાં જણાવ્યું હતું. ઔરંગઝેબ ગાદી ઉપર બેઠે ત્યાં સુધી તો તેણે શિવાજી મહારાજ સાથે, દક્ષિણમાંથી ઉત્તરમાં જતી વખતે પોતાને જે સંબંધ હતા અને બહારની મીઠાશ હતી તે જાળવી રાખ્યાં. અફઝલખાનના વધની, આદિલશાહી લશ્કરની દુર્દશાની, પ્રતાપગઢના વિજયની, મરાઠાઓના પરાક્રમની, તેમના સમરકૌશલની અને બિજાપર સરદારોની એક પછી એક હારની ખબર ઔરંગઝેબે સાંભળી ત્યારે તેને લાગ્યું કે શિવાજી પોતાનાં મૂળ બહુ ઊંડો ઘાલી શક્યો છે અને એ બળિયો થયો છે. એને આ વખતે ઉખેડી નાંખવામાં વાર કરવી એ ભારે ભૂલ થશે અને તે ભૂલને પરિણામે મુગલેને પણ ઘણું વેઠવું પડશે. બિજાપુરની દશા થઈ તેથી ઔરંગઝેબને એટલે આનંદ થયો તેથી દશ ગણું વધારે દુખ શિવાજી બળિયો થયો તેથી થયું. શિવાજીની સત્તા જામતાં પહેલાં તેનું બળ હરેક રીતે તેડવાને ઔરંગઝેબે નિશ્ચય કર્યો.
પિતાના સરદારોના પરાજય જોઈને અલી આદિલશાહ બહુ જ ગભરાયો. શિવાજીની સામે જે સરદાર જાય છે તે હારીને પાછો આવે છે તેથી બીજા સરદારો ઉપર બહુ માઠી અસર થાય છે અને તેથી સરદારો એના ઉપર ચડાઈ કરતાં આંચકે ખાય છે એ બિજાપુર સરકારના ધ્યાનમાં આવી ગયું હતું. બિજાપુરનો જે સરદાર એની સામે જાય છે તે ગરદન કે નાક બેમાંથી એક તે મૂકીને જ આવે છે, એવા બનાવો વારંવાર બને તેની અસર લશ્કર ઉપર પણ માઠી થાય અને પ્રજા ઉપર તે ઘણી જ ખોટી થાય છે, એ બાદશાહે અનુભવ્યું હતું. આવા સંજોગોમાં મુગલેની ઓથ લઈને પણ શિવાજીનું કાસળ કાઢવાને બિજાપુર સરકારે નિશ્ચય કર્યો. મુગલ પાસે મદદની માગણી કરવાનું નક્કી કરી બિજાપુર સરકારે તે માટે ઔરંગઝેબને પત્ર લખવાનું ઠરાવ્યું. ઔરંગઝેબ કંઈ અલીને હિતેચ્છુ ન હતું. અલીના લશ્કરની ઔરંગઝેબે કરેલી કતલનાં લેહી પણ હજુ સુકાયાં ન હતાં, ઔરંગઝેબે બિજાપુર સરકારને કરેલા નુકસાનીના ઘા ૫ણ રઝાયા ન હતા એટલામાં અલીને ઔરંગઝેબની એાથ મેળવવા પ્રયત્ન કરવાની ફરજ પડી એ ઉપરથી શિવાજી મહારાજનો ઉદય કેટલી ઝડપે થતા હતા તેની વાંચકેએ કલ્પના કરી લેવી. નક્કી કર્યા મુજબ શિવાજીની સામે મદદ કરવા માટે અલીએ ઔરંગઝેબને પત્ર લખે. ઔરંગઝેબે અલીની વિનંતિ ઉપર ઊંડો વિચાર કર્યો. દિલ્હીપતિને લાગ્યું કે બિજાપુર બાદશાહ કરતાં શિવાજી જે વધુ બળવાન થઈ જાય તે પરીસ્થિતિને કબજે રાખવી મુશ્કેલ થઈ પડશે. બળવાન થયે બિજાપુર કરતાં શિવાજી વધારે જોખમકારક અને ભયંકર નીવડશે એની ઔરંગઝેબને ખાતરી થઈ ગઈ હતી. શિવાજીનાં મૂળ ઊંડાં જાય તે એક હિંદુ સત્તા જામે છે એ વાત ઔરંગઝેબના ખ્યાલમાં ન હેય એ તે બનવા જેવું જ નથી. આ બધા વિચાર કરીને ઔરંગઝેબે શિવાજીને કચડી નાંખવા માટે પિતાના મામા ઉમેદતુલ મુલ્ક અમીરૂલ ઉમરાવ શાહિસ્તખાનને એક લાખ ઘોડેસ્વારનું લશ્કર આપી ૧૬૫૯ માં દક્ષિણમાં મોકલ્યો.
શાહિરૂખાનને સંબંધ શિવાજી મહારાજના જીવનચરિત્ર સાથે આવે છે એટલે એની વધારે ઓળખાણ કરાવવાની જરૂર છે. મુગલ વંશના અકબર બાદશાહની પછી દિલ્હીની ગાદીએ આવનાર તેના પુત્ર સલીમ અથવા જહાંગીરની ઈતિહાસપ્રસિદ્ધ, મુલ્કમશહૂર માનીતી બેગમ નૂરજહાનનો બાપ અયાઝ જહાંગીરને વછર હતો. તેના મરણ પછી વછરી અસખાન નામના નૂરજહાનના ભાઈને આપવામાં આવી. જહાંગીરના પુત્ર શહેનશાહ શાહજહાનની બેગમ અને ઔરંગઝેબની મા એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com