________________
પ્રકરણ ૧ લું]
છે. શિવાજી ચરિત્ર
૧૩
કરી દીધાં છે. હિંદુ ધર્મના છલ કરનાર સત્તાને તોડવાના સંગ્રામમાં હું ખપી જાઉં તે પણ શું ? હિંદુ ધર્મને જડમૂળથી ઉખેડી નાખવાની દાનતથી હિંદુઓ ઉપર જુલમ ગુજારનાર જુલ્મીને શિક્ષા કરતાં કપાઈ જા" તા પણ શું ? હિંદુત્વ માટે પ્રાણ આપવાની મારી પ્રતિજ્ઞા સફળ થશે. હિંદુ ધર્મની સેવામાં ધર્મરક્ષણ કરતાં કરતાં મરવાની મારી ઉમેદ બર આવશે. સંકટને મેાખરે તે હું જ રહીશ, મારે જ રહેવું જોઈ એ. હું સૂચના કરીશ, તે પ્રમાણે બહુ જ સંભાળપૂર્વક ચાલાકી અને હેશિયારી વાપરીને મારા સરદારા અને સિપાહીએ વશે તે વિજય આપણા છે. ઢીલ, ખેદરકારી, આળસ, એ આ સમયે આપણા શત્રુ છે. ધરબાર, વાડીવજીકા, સગાંવહાલાં, સ્નેહી સેાખતીએ બાળબચ્ચાંઓ વગેરેના મેાહ મૂકી દો. હવે તે મરણના જ મેહ રાખો. આપણે તે ધર્મરક્ષણ, સ્વરાજ્ય અને સ્વતંત્રતા માટે મરણુને ભય મૂકીને બેઠા છીએ. મહેનત કરવી એ આપણા હાથમાં છે, પરિણામ તેા શ્રીહરિએ પેાતાના હાથમાં જ રાખ્યું છે. આપણે તે ફળની આશા રાખ્યા સિવાય, કર્તવ્ય સમજી, ધર્મ માની, મેદાને પડવાનું છે. એમ પણ આપણે માની લઈ એ કે પરિણામ આવ્યું અને અફઝલખાને દગાથી મારે। વધ કર્યો, તે પણુ વીર પુરુષને એમાં શું ગભરાવાનું હાય ?
जितेन लभते लक्ष्मी मृत्युनापि सुरांगना: । क्षण विध्वंसिनी काया का चिंता मरणे रणे ॥
યવનની તલવારથી જ મારું મરણ નિર્માયું હશે તેા તે કાઈથી મિથ્યા થનાર નથી, માટે ક્ષમ્યું ભંગુર કાયાની બહુ દરકાર ન કરવી. શત્રુ સાથે લડતાં તે લાભ જ ખાટવાના છે. જીતીએ તે મૃત્યુલોકે લાભ અને મરીએ તેા સ્વગે` લાભ. દુશ્મનને હાથે જો મારું મરણ થાય તેા તમે કેાઈ જરાપણુ ગભરાતા નહિ. મા નશ્વર શરીર ઉપરના મેહની ખાતર આંખમાંથી અશ્રુ ઢાળતા ખેસી રહેશેા નહિ. ન કરે નારાયણુ અને જો એવા જ વખત આવે તે દુશ્મનને આંખમાંનું પાણી ન બતાવતા, પણ તમારી મૂનું પાણી બતાવજો. આવે વખતે ખરી હિંમત બતાવજો અને મારી જગ્યાએ શભાજીને રાજા માની, હિંદુ રાજ્ય સ્થાપી, હિંદુત્વને રક્ષવાની આપણી યેાજનાને હિંમતથી આગળ ધપાત્રને (માછી રિયાસત. પાનુ ૨૪૬ ). અફઝલખાન જાવળી આવે એવા ઘાટ હું કહું છું. આ ગાઠવણમાં જો મારા એડા પાર પડે, તેા પછી આગળ શું કરવું તે દુશ્મનના વલણ અને વન ઉપરથી મારે તરત નક્કી કરવું પડશે. ધારણા આંધી હું વિચાર કરી રહ્યો છું. જે જે કાળે જે જે બનાવા અને તેને પહોંચી વળવા માટે સ` તૈયારી આપણે રાખીશું અને ચપળતાથી સમયાનુસાર રાગ કાઢીને ધારેલી બાજી પેશ લઈ જઈ, હિંદુત્વનું રક્ષણ કરવા હિંદુ રાજ્ય સ્થાપીશું. આપણી લડત ધરક્ષણ માટે છે. ઈશ્વર આપણી પડખે છે. જે શ્વિરે અનેક વખતે અનેક રાક્ષસેાના જડબામાંથી હિંદુધને બચાવ્યા છે, હિંદુ ધર્મના રક્ષણ માટે અનેક વખતે જે ઈશ્વરે પોતાનું બળ અનેક વ્યક્તિએમાં મૂકી તેમને હાથે ધર્મસંરક્ષણુ કરાવ્યું છે, જે ઈશ્વરે અનેક અડચણા વખતે ધર્મરક્ષણ કરનારાઓને અંધકારમાં પણ સીધે રસ્તો બતાવ્યેા છે, તે અશ્વરમાં શ્રદ્ધા રાખો. તે તમારામાં અને મારામાં અજબ બળ, અજય શક્તિ મૂકી, અડચણુ અને આફ્ત વખતે અંધકારમાંથી નીકળી જવા માટે આપણને સીધા રસ્તા બતાવશે અને આપણે હાથે હિંદુધર્મનું રક્ષણ કરાવશે. શ્રદ્ધા એ મોટું બળ છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખા. અનેક સંકટા સહન કરી, ફળની આશા વગર કવ્ય બજાવવા તૈયાર રહેા. સત્યને વિજય છે. ” શિવાજીના શબ્દો સાંભળી સિપાહીઓને શૂર ચડયું. એમની આંખેામાં તેજ ચમકવા લાગ્યું. દુશ્મનને ભેટવા માટેની આતુરતા માં ઉપર દેખાવા લાગી. પેાતાના શૂરા સરદારેને પૂર જોસમાં જોઈ, શિવાજીને ભારે આનંદ થયા. શિવાજીએ સરનેાબત નેતાજી પાલકર તરફ નજર કરીને કહ્યું કેઃ- નેતાજી ! હુ' ખાનને જાવળી ખેલાવું છું અને સલાહની વાતંત્રીત માટે હું જાતે એને રુબરુમાં મળવા જઈશ. તમને સૂચના મળતાંની સાથે જ તમારે લાટને માથે આવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com