________________
પ્રકરણ ૬ ]
છે. શિવાજી ચરિત્ર મારી નજરે પડે છે ત્યારે ત્યારે કેઈ બીજી શક્તિ મારા શરીરમાં સંચાર કરે છે અને મારે હાથે હિંદુત્વના હિતમાં યોગ્ય કામ કરાવે છે. માતા ! મેં કોઈ દિવસ તમારા શબ્દો પાછી ઠેલ્યા નથી. તમે આજ સુધી મને કહ્યું તેવી રીતે હું વર્યો , પણ આ બાબતમાં હું કેવળ લાચાર જ બની ગયો છું. હું ભાન ભૂલી જાઉં છું. ઈશ્વરે શું કરવા ધાર્યું છે તેની મને ગમ પડતી નથી; પણ કેણુ જાણે શા કારણથી હિંદુત્વને કલંકિત કરનારાં કૃત્ય મારે હાથે તે થશે જ નહિ એમ મારું મન સાક્ષી પૂરે છે. હું તેવાં કર્યો માટે અશક્ત છું. મારા પૂર્વ સુકૃતને લીધે હું હિંદુ અવતર્યો. હિંદુત્વ ઉપર થવાએ કેવાં કેવાં અને કેટલાં આક્રમણ કર્યો તેની વાત હું બચપણથી જ સાંભળતા આવ્યો અને એ જાણ્યા પછી એક સાચા હિંદુ તરીકે મારે હિંદુત્વનું રક્ષણ તે કરવું જ જોઈએ. એ જ મારો ધર્મ છે અને આ ધર્મ બજાવવા માટે જ પ્રભુએ મને પેદા કર્યો છે એમ મારું માનવું છે. પિતાને ઉપદેશ સાંભળી ઘણી ફેરા એમની ઈચ્છા પ્રમાણે વર્તવાને મેં વિચાર કર્યો પણ વર્તન કરવાની પળ આવે મારાથી આ બાબતમાં એવું વર્તન થતું જ નથી. પિતાને નારાજ થયેલા જોઈ મનને ઘણું લાગી આવે છે, પણ પિતાજી ધારે છે એવું વર્તન યવન સત્તા પ્રત્યે મારાથી નહિ થાય. માતા ! તમે કહે તેમ કરવા હું તૈયાર છું, પણ યવનની સત્તાને સવાલ આવે છે, એમને નમવાને સવાલ આવે છે ત્યાં મારા પિતાની ઈચ્છા પ્રમાણે હું નથી કરી શકતો. માતા ! તમે જ હવે આ ગૂંચવાડામાંથી રસ્તો શોધી કાઢે.” આ પ્રમાણે બેલી શિવાજી મહારાજ વીલું મેં કરી માતા જીજાબાઈના મુખ તરફ ટગર ટગર જોતા બેઠા. માતા જીજાબાઈને પુત્રની ખિન્ન મુદ્રા જોઈને લાગી આવ્યું. એણે શિવાજીના મેં ઉપર હાથ ફેરવ્ય અને બેલી “બેટામારી તે સૂડી વચ્ચે સોપારી જેવી દશા થઈ થઈ છે. તારા મનની સ્થિતિ તું કહે છે એવી જ થઈ હોય તે મને તે હવે બીજો વિચાર નથી સૂઝતે. આપણે બન્ને તારા પિતાના વૈભવ, સુખ વગેરે છોડી, તારી રીતભાત અને વર્તનથી એમની જમીન જાગીર, વતન સંપત્તિ, વગેરે ન જતાં રહે તે માટે એમને મેહ છેડી, એમની પાસેથી દૂર ચાલ્યાં જઈએ. ઈશ્વરે જેમ ધાર્યું હશે
થશે. હમણાં સુધીની જિંદગી દુખ અને કષ્ટમાં, ફીકર અને ચિતામાં ગઈ છે તે હવે પણ મારે સુખ અને શાંતિ, વૈભવ અને આરામની આશા શું કામ રાખવી? બેટા, તું ચિંતા ન કર. હું તારા પિતાને આજે મારા આ વિચારો જણાવી દઈશ. આ આફત અને દુખના ગર્ભમાં જ ઈશ્વરે કંઈ સારું નિર્માણ કર્યું હશે એમ માની લઈ આજે તે આપણે દિલાસે લેવાનું છે. બેટા ! તું મારું સર્વસ્વ છે. તારા માં તરફ જોઈ આપણું ઉપર પડતી બધી આફત અને આપદાઓ સહન કરીશ. જગદંબા ભવાની તારું રક્ષણ કરશે. ભાવીને ગર્ભમાં શું છે તે માણસ નથી જાણી શકો એ સત્ય વાતને આધારે જ, આશાને કાચે તાંતણે લટકી લટકીને લાખો માણસે દુખને દરિયે તરી જાય છે. શિવબા ! તું ખેદ ન કર.” જીજાબાઈએ શિવાજી મહારાજને દિલાસે દીધે. શિવાજી મહારાજે જણાવ્યું “ માતા ! મને પણ એમજ લાગે છે. હું પણ તમને એજ જણાવવાનું હતું. યવનોનું અન્ન ખાવાથી ભ્રષ્ટ થવાય છે એમ મને લાગે છે. એ અન્નથી સ્વધર્મની હાનિ થાય છે. એ અજથી આત્મમાનની લાગણી તદ્દન બુટ્ટી થઈ જાય છે. આજ પછી મારે હાથે કોઈ પણ જાતનાં યવને વિરોધી કૃત્યો ન થાય એવી જ પિતાની ઈચ્છા હોય તો મને અત્રે એમની પાસે એમના બાદશાહની બાદશાહતમાં ન રાખે એજ એક રસ્ત છે. યવનોની સત્તા બહાર, યવનોના રાજ્ય બહાર, યવનોના અધિકાર બહાર ગમે ત્યાં મને રહેવા દે. માતા ! મારું હૃદય હું તમારી આગળ ઠાલવું છું. હું બાળક છું, વિનયભંગ થતો હોય તો ક્ષમા કરો.” શિવાજી મહારાજે માતા જીજાબાઈને ઉપર પ્રમાણેની પિતાના દિલની વાત કહી સંભળાવી.
૪. પતિપત્નીને સંવાદ, શિવાજીને સમજાવી સુધારવાનું જવાબદારીવાળું કામ સિંહાએ પોતાની પત્ની જીજાબાઈને મારે નાખ્યું હતું. જીજાબાઈ શિવાજીનું મન વાળી શકશે એવી સિંહાને ખાત્રી હતી. જીજાબાઈ સિંહાજીનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com