________________
પ્રકરણ ૫ મું:]. છે. શિવાજી ચરિત્ર
૮૩ અને કહ્યું “ હિંદમાં આજે યવનની આણ વર્તી રહી છે. સમય સમજીને આપણે વર્તવું જોઈએ. આપણે આપણો ધર્મ બરોબર પાળો એમાં ખામી રાખવાનું તમને કાઈ નથી કહેતું. સ્વધર્મનું રક્ષણ કરીને તેની સેવા કરવામાં કોઈ પણ જાતની અડચણું નથી. પ્રભુની ઇચ્છા હશે ત્યાં સુધી એળે બળે પણ યવનોની સેવા કરે જ છૂટકે છે. ધાર્યું ધણીનું થાય છે. આપણું વૈભવ અને સત્તા ગયાં. ઈશ્વર જે અનુકૂળ હેત તે હિંદુઓ પિતાનું રાજ્ય ગુમાવી બેસત નહિ. હિંદુઓ પોતાના દેશમાં જ ગુલામ બન્યા છે. એમના દેશમાં જ એમની, એમની સ્ત્રીઓની અને એમના ધર્મની દુર્દશા વિધર્મીઓ કરી રહ્યા છે એ અમને નથી સાલતું એમ ન સમજ. અમને પણ ઘણું લાગી આવે છે. પણ ગરજે આ બધું કરવું પડે છે. અમે તો સમય જોઈ વિચારીને વર્તનારા છીએ. આપણી સરદારી અને વૈભવ જાળવવા બાદશાહને સંતોષ આપે જ છૂટકે છે. તારી હઠથી મને બહુ દુખ થાય છે. તું જક મૂકીદે. આપણે ટેક પ્રભુને રાખ્યો હોત તો આપણી સત્તા કેમ જાત ?” પિતાના આવા ઢીલાં વચન સાંભળી શિવાજી રાજાને ઘણું લાગી આવ્યું. પિતાના દરેક વાક્યને રોકડ જવાબ આપવાની શિવાજી રાજાની તૈયારી હતી પણ એમને લાગ્યું કે આ બાબતમાં વાદવિવાદ કરી ઘરમાં જ ઝેર અને કડવાશ ઊભાં કરવાં એ ઠીક નહિ તેથી પિતાને બહુ નમ્રતાથી એમણે કહ્યું “પિતાજી! આપ માઠું ન લગાડો. આપની આજ્ઞા માથે ચડાવવા હું તૈયાર છું. અનુકુળ સમયની રાહ જોયા કરીશું તો નથી આવવાને. પિતાજી! સમયને તે પુરુષાર્થથી અનુકૂળ કરી લેવો પડે છે. આપને જવાબ દેવા એ નાને મેઢે મેટે કેળિયો લેવા જેવું થાય છે, એટલે હું જવાબ નથી આપતો પણ યવનો ખુલ્લે છોગે ગૌહત્યા કરે છે તે મારાથી નથી ખમાતું. હું એ સહન નહિ કરી શકું. આપ વડીલ છો. આપને પડતો બોલ ઝીલવા હું તૈયાર છું. મને ગમતું હોય કે ન ગમતું હોય તે પણ આપનાં વેણ હું તરત જ માથે ચડાવીશ. યવનેના અત્યાચારથી મારી લાગણી તે અતિ દુભાઈ છે પણ હું આપની આગળ એ જણાવી આપને નારાજ નથી કરવા ઈચ્છતા, પણ એટલું તે પિતાજી હું કહી જ દઊં છું કે ગૌહત્યા મારી નજર આગળ થાય એ કાટિ ઉપાયે હું સહન કરવાને નથી.”
હિંદુ ધર્મ પ્રત્યેની પુત્રની લાગણી તથા જુસ્સો જોઈ પિતાને મનમાં તે સહજ સમાધાન થયું પણ એના સંજોગે એવા હતા કે એ પુત્રને કોઈપણ રીતે ઉત્તેજન આપી શકે એમ ન હતું. આવા તેજસ્વી પુત્રને દબાવી દેવાની સિંહાની જરા પણ ઈચ્છા ન હતી. ખરું' કહીએ તે સિંહાના અંતઃકરણમાં પણ યવને માટે પ્રેમના કુવારા નહેાતા ફૂટતા પણ યવન સાથે સમય જોઈને વત પિતાનું કાર્ય સાધી લેવાની સિંહાજીની યુક્તિ હતી (કેળસ્કર). પુરું પાડ્યા સિવાય કશું ન કાપવું
એ સિંહાજીનો સિદ્ધાંત હતું અને તેથી અનેક તક મળી છતાં સમય પાકો ન હતો, તેથી સ્વતંત્ર હિંદુ રાજ્ય સિંહાજીએ સ્થાપ્યું નહિ. સ્વતંત્ર રાજા થઈ જવાની હેસમાં સિંહાએ કાચું ન કાપ્યું અને પુત્ર માટે સમય પાકે થવા દીધે તેનાં મીઠાં ફળ આખા હિંદુસ્થાને ચાખ્યાં.
સિંહાએ આમ તેમની ઘણી વાતે શિવાજી રાજાને કહી અને તેમને તેમની મરજી વિરુદ્ધ પણ બાદશાહના દરબારમાં જવા મનાવ્યા. આવી નાની બાબતમાં પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એમને ઠીક ન લાગ્યું. આ પ્રશ્નના સંબંધમાં પિતાને અને બધાને જેટલું કહી શકાય તેટલું પૂરેપુર શિવાજી રાજાએ કહી દીધું. પોતાના વિચાર, લાગણી અને મત પણ જણાવી દીધો અને તે બધું કર્યા પછી પિતાની આજ્ઞા પ્રમાણે ફક્ત પિતાને ખુશ કરવાના હેતુથી જ શિવાજી રાજાએ દરબારમાં જવાનું દુખી દિલે કબુલ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com