________________
યુકદ્દમાનું ફળ થઈ બોલ્યાં, “આગ લાગી હોય તે તારી સાવકી મા પાસે જા.”
સાવકી માનું નામ સાંભળતાં ગયારામ આંખના પલકારામાં ઝાળ થઈ ગયો. તે બોલ્યો, “એ અભાગણીનું શું હવે હું માં જેવાને છું ? હું માત્ર ઘરમાં મારી માછલી પકડવાની સોટી લેવા ગયા હતા, તેટલામાં બોલી ઊઠી, “આ જા, આધો! હવે જેલને ભાત ખાજે જા !” મેં કહ્યું, “તારો ભાત ખાવા હું આવ્યો નથી, હું કાકી-મા પાસે જાઉં છું.” બળ્યા મેની ઓછી શેતાન છે ? એણે જઈને ભંભેરણું કરી એટલે તે બાપુએ તારા હાથમાંથી વાંસનાં પાંદડાં ખૂંચવી લીધાં !” એટલું કહી તે જોરથી જમીન ઉપરથી એક પગ ઊંચે કરી બે, “ તું જ રાક્ષસી જાતે પાંદડાં લેવા જઈને અપમાન પામી. કેમ મને કહ્યું નહિ ? એ વાંસનું ઝાડ આખું હું જે દેવતા મૂકી ના બાળી નાખું તે મારું નામ ગયારામ નહિ, તે જેજે ! અભાગણું મને શું કહે છે તે જાણે છે, કાકી-મા ? કહે છે કે તારી કાકી-માએ થાણામાં ખબર મોકલી છે, દરેગો આવી તને બાંધી જઈ જેલમાં પૂરશે. સાંભળી વાત અભાગણીની ?”
ગંગામણિ બેલી, “તારા કાકા પાંચને સાથે લઈને થાણામાં ગયા જ છે તે, તું મારા ઉપર હાથ ઉપાડનારે– એટલું બધું તારું ગુમાન ?”
પાંચમામાને ગયારામ દેખ્યા ખમી શકતે નહ. તે પાછે એમાં ભળ્યો છે એ સાંભળી સળગી ઊઠી તે બે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org