________________
જેઠ પૂરું થવા આવ્યો. રુદ્રની જે મૂર્તિએ એક દિવસ વૈશાખને અંતે દેખા દીધી હતી, તે હજી કેટલી ભીષણ, કેટલી ભારે કઠોર થઈ શકે તે આજના આકાશ તરફ જોયા વિના ખ્યાલમાં જ આવી શકે નહિ. ક્યાંય જાણે દયાને આભાસ સુધ્ધાં નથી. કેક દિવસ આ રૂપનું લેશ માત્ર પરિવર્તન થઈ શકે, ફરી કઈ દિવસ આ આકાશ વાદળાંની ઘટાથી સ્નિગ્ધ જલપૂર્ણ બની દેખા દઈ શકે, એવી આજે કલ્પના કરતાં પણ જાણે ડર લાગે છે. એવું થાય છે કે સળગી ઊઠેલા આખા આકાશમાંથી જે અગ્નિ રોજ રોજ વરસ્યાં કરે છે, તેને અંત નથી, સમાપ્તિ નથી; બધું પૂરેપૂરું બિલકુલ ખાખ થઈ જાય ત્યાં સુધી એ હવે થંભવાનો નથી.
એ દિવસે બપરી વખતે ગપુર ઘેર પાછા આવ્યા. પારકે બારણે મજૂરી કરવાનો તેને અભ્યાસ ન હત; તેમજ માત્ર ચાર પાંચ દિવસથી તેનો તાવ થોભ્યો હતા; શરીર હજુ જેવું દુર્બળ તેવું જ થાકેલું હતું. તો પણ આજ તે કામ શોધવા બહાર ગયા હતા. પરંતુ આ પ્રચંડ તડકે ફક્ત તેણે માથે લીધે એ જ, બીજું કાંઈ વળ્યું નહિ. ભૂખથી, તરસથી તથા થાકથી તેને લગભગ અંધારાં આવતાં હતાં. આંગણે ઊભા રહી તેણે બૂમ પાડી, “અમીના, ભાત થયો છે કે ?”
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org