Book Title: Chabi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 187
________________ છબી હેતે. થયું પણ એમ જ. બીજે દિવસે મોટા બાબુના માણસે - આવીને જૂની અને જીર્ણ કઢાર તેડી નાંખીને લાંબી દીવાલ ઊભી કરી દીધી. વિપિન થાણુમાં જઈને ખબર આપી આવ્યો, પરંતુ નવાઈ એ થઈ કે શિવચરણની પુરાણું ઈટની નવી દીવાલ પૂરી ન થઈ ત્યાં લગી એક લાલ પાઘડી પણ એ જગાએ ફરકી નહિ. વિપિનની સ્ત્રીએ હાથની ચૂડી વેચીને અદાલતમાં ફરિયાદ નેધાવી, પરંતુ એમાં તો માત્ર ઘરેણું ગુમાવવા ઉપરાંત કશું થયું નહિ. વિપિનની ફેઈ જેવી ગણાતી કોઈ હિનૈષિણી આ મુશ્કેલીમાં હલક્ષ્મીની પાસે જઈ પહોંચી હતી એટલે તેણે વિપિનની સ્ત્રીને સલાહ કહાવી હતી, એનો એણે જવાબ આપે કે, “વાઘની સામે બે હાથ જોડી ઊભા રહેવામાં લાભ શો, ફઈબા ? જીવતે જવાનો તે જાય જ, માત્ર અપમાન થાય તે વધારાનું.” આ વાત હરિલક્ષ્મીને કાને આવી ત્યારે એ ચૂપ રહી, પણ ઉત્તર આપવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો નહિ. પશ્ચિમમાંથી પાછી આવી ત્યારથી એનું શરીર કઈ પણ દિવસ પૂરેપૂરું સારું રહ્યું ન હતું. આ બનાવને મહિને થાય તે પહેલાં જ એ ફરી તાવથી પટકાઈ પડી. થોડોક વખત ગામમાં જ દવા કરી, પરંતુ કશો ફેર પડ્યો નહિ ત્યારે દાક્તરની - સલાહ પ્રમાણે ફરીથી તેને બહારગામ જવાની તૈયારી કરવી પડી. " અનેક કામની ધમાલમાં આ વખતે શિવચરણ સાથે જઈ : ૧૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198