________________
હરિલેકમી
બધાની પતાવટ થઈ ગઈ હશે અથવા તો ક્રોધની તે ઉગ્રતા હવે નહિ રહી હોય–તો વળી પૂછાપૂછ કરવાથી રખેને પાછા પેલો બુઝાયેલે અગ્નિ ભભૂકી ઊઠે ! આમ શંકાને લીધે એ એ જ ભાવ ધારણ કરી રહેતી કે જાણે એ બધી તુચ્છ વાત તો એના ધ્યાનમાં પણ નથી. બીજી બાજુ શિવચરણ પણ પિતાની મેળે કઈ પણ દિવસ વિપિનને વિષે ચર્ચા કરતા નહિ. સ્ત્રીના અપમાનની વાત ભુલાઈ ગઈ નથી, એટલું જ નહિ, પણ ઊલટું તેની ગેરહાજરીમાં જરૂર જોગી વ્યવસ્થા કરી રાખી છે, એ વસ્તુ તે હરિલમીથી છુપાવી રાખો. એની ઇચ્છા એવી હતી કે લક્ષ્મી ઘેર આવીને પોતાની આંખે જ બધું જોઈ કરીને આનંદ અને આશ્ચર્યથી છક થઈ જાય !
દિવસ ચડી જાય એ પહેલાં જ ફઈબાએ ફરી ફરી નેહપૂર્વક ટોકવાથી લક્ષ્મી સ્નાન કરીને આવી કે તરત જ તેમણે ઉત્કંઠાપૂર્વક કહ્યું, “તારું શરીર સારું નથી, વહુ–મા, નીચે જવાનું કામ નથી. અહીં જ પાટલે માંડીને થાળી ભલે આપી જતી.”
લક્ષ્મીએ વધે ઉઠાવી હસતાં હસતાં કહ્યું, “શરીર તો પહેલાંના જેવું જ સારું થઈ ગયું છે, ફઈબા, હું રસોડે જઈને ખાઈશ, ઉપર લઈ લાવવાની જરૂર નથી. ચાલે, નીચે જ જઈએ.”
ફઈબાએ તેને રેકી, શિવનાથની મનાઈ છે એમ જણુંવ્યું અને તેમના જ હુકમથી નેકરડી ઓરડીમાં જ જમીન
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org