________________
છબી
ઉપર આસન ગઠવી ગઈ. બીજી જ ક્ષણે રસોઈયણે થાળ લાવી હાજર કર્યો. તે પાછી ગઈ એટલે લક્ષ્મીએ આસન ઉપર બેસીને પૂછયું, “આ રસોઈયણ કેણ, ફઈબા ? પહેલાં તો જોઈ નહતી ?”
ફાઈબા હસીને બોલ્યાં, “ઓળખી નહિ ? વહુમાં, એ તો આપણું વિપિનની વહુ”
લક્ષ્મી સ્તબ્ધ બનીને બેસી રહી. મનમાં ને મનમાં તેણે વિચાર કર્યો કે તેને અચંબો પમાડવાને માટે જ આવડું મોટું કાવતરું આ પ્રમાણે ગુપ્ત રાખવામાં આવ્યું હતું. થોડીવારે પિતે સ્વસ્થ બનીને જિજ્ઞાસુ મુખે ફઈબાના મેઢા સામે જોઈ રહી.
ફોઈબા બેલ્યા, “વિપિન મરી ગયા છે એ તો સાંભળ્યું ને ? ”
* લક્ષ્મીએ સાંભળ્યું કશું જ ન હતું, પરંતુ આ તેનું ખાવાનું આપી જનાર વિધવા છે એટલું તો જોતાં વેંત જ પારખી જવાય એવું હતું. એણે માથું ધુણાવી કહ્યું, “હા.”
ફઈબાએ બાકીની ઘટનાનું વિવરણ કરીને કહ્યું, “જે કંઈ ધૂળઢેફાં હતાં તે કેસમાં બધું ખલાસ કરીને વિપિન મરી ગયા. દેવામાં ને દેવામાં ઘર પણ જાત, એ તે મેં જ શિખામણ આપી, “મેજ–વહુ, વરસ બે વરસ તનતોડી મહેનત કરીને પિસા વાળી આપીશ તો તારા સગીર છોકરાને ઊભા રહેવાનું ઠેકાણું રહેશે.”
૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org