Book Title: Chabi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 193
________________ છબી વહુ વહુમા એક દાણો પણ મેંમાં મૂકી શકયાં નહિ, એવું તે રાંધ્યું છે.” બહારથી આ તિરસ્કારને કશો ઉત્તર આવ્યો નહિ, પરંતુ બીજાનું અપમાન થયું તેના ભારથી શરમ અને વેદનાનું માર્ક ઓરડામાં હરિલક્ષ્મીનું માથું નીચું નમી ગયું. ફોઈબાએ ફરીથી કહ્યું, “ચાકરી કરવા આવી ને સરસામાન બગાડે એ ન ચાલે બેટા, બીજાં બધાં જેવી રીતે કામ કરે છે એવી જ રીતે તારે પણ કરવું પડશે, એ કહી મૂકું છું.” વિપિનની સ્ત્રી આ વેળા આસ્તે આસ્તે બોલી, “ ખરા દિલથી એમ કરવા તે મથું છું, ફોઈબા, આજે કદાચ બગડી ગયું હશે.” એમ બેલીને એ નીચે ચાલી ગઈ, એટલે લક્ષ્મી ઊભી થઈ કે તરત જ ફોઈબા હાય હાય કરી ઊઠયાં. લક્ષ્મીએ મૃદુ કંઠે કહ્યું, “ શાને દુઃખ કરી છે, ફઈબા ? મારું શરીર - સારું નથી એટલે જ ખાઈ શકી નહિ. મઝલી-વહુની રાંધવામાં કસૂર ન હતી.” હાથ મેટું ધેાઈ પિતાના સૂના ઓરડામાં આવી ત્યારે હરિલક્ષ્મીને શ્વાસ જાણે રંધાઈ જવા ગા. બધી રીતનું અપમાન સહીને પણ વિપિનની વહુ ભલે આજ પછી પણ આ જ ઘરમાં ચાકરી કરી શકે, પરંતુ આજ પછી ગૃહિણી પણાનું - ગધ્ધાવૈતરું ઢસડવામાં તેના પિતાના દિવસે શી રીતે વીતશે ? વળી મઝલી–વહુને તે એક સાંત્વન પણ બાકી છે—વિના દેષે દુઃખ સહેવાનું સાંત્વન; પરંતુ તેને પિતાને માટે એવું શું બાકી રહેલું છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198