________________
બીજે દિવસે રસિક ભઈ વખતસર આવી પહોંચ્યો ત્યારે - અભાગીને કંઈ ખાસ ભાન ન હતું. મેં ઉપર મરણની છાયા પથરાયેલી હતી, આંખની દૃષ્ટિ આ સંસારનું કામ પતાવી કોણ જાણે ક્યાંયે અજાણ્યા દેશમાં ચાલી ગઈ હતી. કાંગાલી રડીને બોલ્યો, “મા! બાપુ આવ્યા છે, ચરણરજ લેને !”
મા કદાચ સમજી હશે, કદાચ નહિ સમજ હોય, અથવા કદાચ તેની ગંભીર સંચિત વાસનાઓ સંસ્કારની પેઠે તેની ઊંઘતી ચેતના ઉપર ઘા કર્યો. એ મૃત્યુમાર્ગના યાત્રીએ તેને અવશ હાથ પથારીની બહાર કાઢી લબા.
રસિક દિમૂઢની પેઠે ઊભો રહ્યો. પૃથ્વી ઉપર તેની પણ ચરણરજની જરૂર છે, એની પણ કોઈ વળી ઈચ્છા કરે, એ તેની કલ્પનાની બહારની વાત હતી.બિદિની ફોઈ પાસે ઊભી હતી, તે બેલી, “આપ ભાઈ આપે જરા પગની રજ.” રસિક આગળ વધીને નજીક આવ્યો. જીવતાં જે સ્ત્રીને તેણે પ્રેમ આપ્યો નથી, ખાવાપહેરવાનું આપ્યું નથી, કશી ખબરઅંતર લીધી નથી, તે સ્ત્રીને મરણુસમયે ફક્ત પગની રજા આપવા જતાં તે રડી પડ્યા. રાખલની મા બેલી, “આવી સતી–લક્ષ્મી બામણ-કાયને ઘેર ન જન્મતાં અમારા ભાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org