Book Title: Chabi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 183
________________ પૂરના સપાટામાં માટીનો બંધ જ્યારે તૂટવા માંડે છે ત્યારે તેની નજીવી શરૂઆત જોઈને એમ થતું પણ નથી કે અખંડ જળધોધ આટલા થોડા વખતમાં જ આને આટલું ભયંકર અને આટલું વિશાળ કરી મૂકશે. બરાબર એવું જ હરિલક્ષ્મીનું થયું. સ્વામીની પાસે વિપિન અને તેની સ્ત્રીની વિરુદ્ધ ફરિયાદ જ્યારે પૂરી થઈ, ત્યારે તેના પરિણામની કલ્પના કરીને એ પોતે જ ભય પામવા લાગી. જૂઠું બેલવાને તેનો સ્વભાવ પણ ન હતું, બેલવા જતાં પણ તેના સંસ્કાર અને મર્યાદા આડે આવતાં હતાં. પરતું ન અટકાવી શકાય એવા જળપ્રવાહની માફક બધાં વાક્યો પિતાની મેળે તેના મોઢામાંથી બહાર ધસી આવ્યાં. તેમાંનાં ઘણાંખરાં સાચાં ન હતાં એમ તે પોતે પણ જાણી શકી. તેમ છતાં પણ તેને અટકાવવાનું પણ તેની શક્તિની બહાર હતું એમ પણ લક્ષ્મીને લાગ્યા વિના રહ્યું નહિ. માત્ર એક વાત તે હજુ બરાબર જાણતી ન હતી,-તે તેના સ્વામીને સ્વભાવ. એ જે નિષ્ફર ૧૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198