________________
હરિલમી હતે તે જ કિન્નાખોર તેમજ જંગલી પણ હતો. સામાને કષ્ટ આપવાની હદ કઈ છે એ તે જાણે એ જાણતો જ નહિ. આજે શિવચરણે બરાડા નાખ્યા નહિ. બધું સાંભળી લઈ માત્ર કહ્યું, “ભલે, છએક મહિના પછી જે એક વરસ તો થવાનું નથી, એ નક્કી.”
અપમાન અને લાંછનાની જવાળા હરિલક્ષ્મીના અંતરમાં સળગી જ રહી હતી. વિપિનની સ્ત્રી સારી પેઠે સજા ભોગવે એ જ એ ઈચ્છતી હતી. પરંતુ શિવચરણ બહાર જતાં તેના મોઢાના આ કેટલાક સામાન્ય શબ્દનું ફરીફરીને રટણ કરતાં લક્ષ્મીના મનની સ્વસ્થતા ઊડી ગઈ, કયાંક જાણે કંઈક ભારે બૂરું થઈ ગયું, એમ જ એને લાગવા માંડ્યું.
કેટલાક દિવસ પછી કંઈક વાત નીકળતાં હરિલક્ષ્મીએ હસતે મોઢે સ્વામીને પૂછયું, “એમની બાબતમાં કંઈ કરો છો કે?”
કોની બાબતમાં ?” “વિપિન દિયરજીની ?”
શિવચરણે નિઃસ્પૃહભાવે કહ્યું, “શું કરવાનો હતો અને મારાથી થઈ પણ શું શકે ? હું તે સામાન્ય માણસ રહ્યો ને ?”
હરિલક્ષ્મીએ ઉગ્ન થઈને કહ્યું, “એટલે ?”
શિવચરણ બોલ્યા, મઝલી–વહુમા કહેતાં જ હતાં ને કે રાજ કંઈ મોટાછનું નોય-અંગ્રેજ સરકારનું છે ?”
હરિલમીએ કહ્યું, “એવું કહ્યું તું ? પણ-વા-” “શું વારુ ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org