________________
ક્ષણે કરેલી બધી આજીજી, વિનતિ એક પળવારમાં યાદ આવતાં તેને અવાજ જાણે રડવાને લીધે ફાટી જવા લાગ્યા.
અધરબાબુ બેલ્યા, “માને બાળવી હોય તે ઝાડની કિંમત પાંચ રૂપિયા લઈ આવ, જા, લવાશે ? ”
કાંગાલી જાણતો હતો કે આ વાત અસંભવિત છે. તેને એરાડવાની ચૂંદડી ખરીદવા તેની ભાત ખાવાની પિત્તળની થાળી બિંદિની ફેઈ એક રૂપિયા માટે સાનમાં મૂકવા ગયાં છે, એ તે નજરે જઈને આવ્યો છે; તેણે ડોકું ધુણાવી કહ્યું, “ના”.
અધરબાબુ મેં અત્યંત બગાડી બેલ્યા, “ના, તે માને લઈ જઈ નદીના ભાઠામાં ગાડી દે, જા. કોના બાપના ઝાડને તારે બાપ કુહાડો અડાડવા જાય,-પાજી, હતભાગી, નપાટ !”
કાંગાલી બેલો, “ પણ એ અમારા આંગણુનું ઝાડ છે, બાબુ મશાય એ તે મારી માએ હાથે રોપેલું ઝાડ છે!”
હાથે રોપેલું ઝાડ! પાંડે, બેટાનું ગળું પકડી ધક્કો મારી બહાર કાઢી મૂક તે !”
પાંડેએ આવી ગળું પકડી ધક્કો માર્યો, તથા એવું વાકય મેંમાંથી ઉચાર્યું કે જે કેવળ જમીનદારના નેકરે જ બોલી શકે.
કાંગાલી ધૂળ ખંખેરી નાખી ઊઠી ઊભો થયો, ત્યારબાદ ધીમે ધીમે બહાર ચાલ્યો ગયો. તેણે શાથી માર ખાધે, તેને છે અપરાધ હતો, તે એ છેકરે સમજી જ શક્યો નહિ.
ગુમાસ્તાબાબુના નિર્વિકાર ચિત્તને સહેજ પણ ડાઘ લાગ્યો નહિ. લાગે એમ હેત તે આ નોકરી તેમને મળતા નહિ. તે બેલ્યા, “પરેશ, જે તે, એ બેટાનું મહેસૂલ બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org