________________
- લક્ષ્મી મનમાં ને મનમાં ચિડાઈ પણ તે છુપાવી રાખી તેણે પૂછ્યું, “તમને શીખતાં કેટલા દિવસ લાગ્યા હતા, મઝલી-વહુ ?”
મઝલી–વહુએ જવાબ આપ્યો, “મને તો કેઈએ શીખવ્યું નથી, દિદિ, મારી મેળે મથી મથીને જરાતરા—”
લક્ષ્મીએ કહ્યું, “એટલે જ તે, નહિ તો બીજાની પાસે શીખવા ગયાં હોત તો તમને પણ વખતની ગણતરી રહેત.”
મેઢે ગમે તેમ કહે પણ મનમાં ને મનમાં એ નિઃસંદેહ સમજતી હતી કે સ્મૃતિ અને તીણ બુદ્ધિમાં મઝલી-વહુની બરાબરી એ કરી શકે એમ નથી. આજે તેનું શીખવાનું કામ આગળ ચાલ્યું નહિ અને વખત થવાની બહુ પહેલાં જ સોય, દર તથા નમૂનો વીંટી કરીને તે ઘેર ચાલી ગઈ. બીજે દિવસે આવી નહિ. અને આ પહેલી જ વાર રોજની હાજરીમાં ખાડો પડયો.
ચારેક દિવસ પછી ફરીથી એક દિવસ હરિલક્ષ્મી તેની સેય દોરાની પેટી હાથમાં લઈને પેલે ઘેર જઈ પહોંચી. મઝલી–વહુ તેને છોકરાને રામાયણમાંથી ચિત્રો દેખાડી દેખાડીને વાત કહેતી હતી. તેણે આદરપૂર્વક ઊડીને આસન પાથરી આપ્યું. તેણે ખિન કંઠે પૂછયું, “બે ત્રણ દિવસ આવ્યાં નહિ તે આપનું શરીર સારું ન હતું કે શું?”
લક્ષ્મીએ ગંભીર થઈ કહ્યું, “ના, એમ જ પાંચ છ દિવસ અવાયું નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org