________________
છબી
સંબંધી સ્ત્રી પુરુષોને પણ કેવી રીતે, શું કરીને હરિલક્ષ્મીનું મન જોગવવું તેની સૂઝ પડી નહિ. એક વાત તેને વારંવાર સાંભળવા મળતી, “હવે મઝલી વહુને મોઢે મેશ ચોપડાઈ રૂપમાં શું કે ગુણમાં શું કે વિદ્યા-બુદ્ધિમાં શું, આટલે દિવસે તેનું અભિમાન ઊતર્યું.” પરંતુ આટઆટલું કરવા છતાં ય વાત સીધી ઊતરી નહિ. બે એક મહિનામાં હરિલક્ષ્મી માંદી પડી. આ માંદગી દરમ્યાન જ એક દિવસ મઝલી-વહુને મેળાપ થયો. તે વિપિનની વહુ થાય મોટા ઘરની નવી વહુને તાવ આવ્યાનું સાંભળી તે જોવા આવી હતી. ઉંમરે. કદાચ બે ત્રણ વર્ષે મોટી હશે; તે સુંદર હતી એ વાત હરિલક્ષ્મીએ મનમાં મનમાં કબૂલ કરી. પરંતુ આટલી ઉંમરમાં ગરીબાઈના ભીષણ ચાબખાના સેળ તેને આખે શરીરે સ્પષ્ટ દેખાઈ આવતા હતા. સાથે એક વર્ષને એક છોકરે હતો, તે પણ માંદલે. હરિલક્ષ્મી પથારીને એક છેડે પ્રેમપૂર્વક બેસવાનું સ્થાન આપી ક્ષણવાર ચૂપકીથી મીટ માંડી જોવા લાગી. હાથમાં એકાદ બે સેનાની ચૂડી સિવાય બીજું કશું ઘરેણું નહોતું. શરીર પર જરા મેલું, લાલ કિનારનું ધેતિયું હતું. કદાચ તેના સ્વામીનું જ હશે. ગામડાની રીત પ્રમાણે છોકરો નાગો પૂરો ન હતો, તેને પણ કમરે એક શેફાલના ફૂલની ભાતવાળી ટૂંકી પિતડી પહેરાવેલી હતી.
હરિલક્ષ્મી તેને હાથ ખેંચી લઈ ધીરેધીરે બેલી, “સારું થયું કે તાવ આવ્યો, એ બહાને આપનાં દર્શન તે થયાં. પરંતુ સગાઈએ તે હું જેઠાણી થાઉં, મઝલી–વહુ, મેં
૧૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org