Book Title: Chabi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 171
________________ છબી અને લજજાથી તેનું આખું શરીર જાણે સણસણું ઊઠવું. બીજે દિવસે બપોરે ઓરડામાં ધીમો અવાજ થતાં હરિલક્ષ્મીએ આંખ ઉઘાડી જોયું તે, વિપિનની સ્ત્રી બહાર જતી હતી. બોલાવીને કહ્યું, “મઝલી-વહુ, કેમ ચાલ્યાં ?” મઝલી–વહુ શરમાઈ જઈ પાછી ફરી બોલી, “મેં ધાર્યું કે આપ ઊંઘી ગયાં છે. આજ કેમ છે, દિદિ ? ” હરિલક્ષ્મીએ કહ્યું, “આજ ઘણું સારું છે. કેમ, તમારા છોકરાને લાવ્યાં નહિ ?” મઝલી-વહુ બોલી, “આજે તે એકાએક ઊંઘી ગયો, દિદિ” “એકાએક ઊંઘી ગયો એટલે શું ? ” “અભ્યાસ બગડે એટલા માટે હું એને દિવસે બહુ ઊંઘવા દેતી નથી, દિદિ.” હરિલક્ષ્મીએ પૂછયું, “બરે તડકામાં તોફાન કરતે રખડ્યા કરતું નથી ?” મઝલી–વહુએ કહ્યું, “રખડે તે છેતે ? પણ ઊંધવા કરતાં તે બલ્ક એ સારું.” “તમે પિતે ઊંઘતાં નથી, નહિ ?” મઝલવહુએ હસતે મેઢે માથું ધુણાવી કહ્યું, “ના.” - હરિલક્ષ્મીએ માન્યું હતું કે સ્ત્રીઓના સ્વભાવ પ્રમાણે ' હમણાં કદાચ તે પિતાને વખત નથી મળતો કહી કામની મોટી યાદી આપવા બેસશે; પરંતુ એણે એવું કશું કર્યું નહિ. ત્યારબાદ બીજી વાત ચાલી. વાત વાતમાં હરિલક્ષ્મીએ પોતાના બાપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198