________________
હરિલક્ષ્મી
ઘરની વાત, ભાઈ બહેનની વાત, માસ્તર મહાશયની વાત, નિશાળની વાત, એટલું જ નહિ પણ પિતાના મૅટ્રિક પાસ થયાની વાત પણ કરી નાખી. બહુ વારે જ્યારે તે સાવધાન થઈ ત્યારે
ખે ચોખું જોઈ શકી કે શ્રોતા તરીકે મઝલો-વહુ ગમે તેટલી સારી હોય, પરંતુ વક્તા તરીકે બિલકુલ જ નકામી. પિતાની વાત એણે ભાગ્યે જ કંઈક કરી, આથી શરૂઆતમાં તે લક્ષ્મીને શરમ આવવા લાગી. પરંતુ તે જ વખતે તેને થયું કે મારી આગળ વાત કરવા જેવું એની પાસે છે પણ શું ? પરંતુ ગઈ કાલે એ વહુની વિરુદ્ધમાં એનું મન જેટલું અપ્રસન્ન થઈ ગયું હતું, તેટલે જ ભારે સંતેષ પણ આજે .
ભીંત ઉપરની કીમતી ઘડિયાળમાં વાજિંત્રના જેવા રણકા કરતા ત્રણ ટકોરા થયા.
મઝલી-વહુએ ઊઠીને ઊભા થઈ વિનયપૂર્વક કહ્યું, “દિદિ, આજે તો ત્યારે હું જાઉં.”
લક્ષ્મી સકૌતુક બેલી, “તમારે તો બહેન ત્રણ વાગ્યા લગી જ છૂટી હોય છે કે શું ? દિયરજી ઘડિયાળને ટકે રે ઘેર આવે
મઝલી-વહુએ કહ્યું, “આજે એ ઘેર જ છે.” “આજે કેમ ત્યારે વધારે બેસતાં નથી ?”
મઝલી-વહુ બેઠી નહિ. આસ્તે આસ્તે બેલી, “દિદિ, આપ કેટલાં કેળવાયેલાં, કેટલાં ભણેલાગણેલાં ને હું ગામડા ગામની...”
૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org