________________
હરિલક્ષ્મ
ત્યારબાદ રિલક્ષ્મીને પરણીને શિવચરણુ ઘેર લાવ્યેા. ખાલી ધર એક દિવસમાં જ સાળે કળાએ ભરાઈ ઊડવુ, કારણ શત્રુપક્ષવાળા ભલે ને ગમે તેમ કહે, પણ વિધાતા પુરુષ ખરે જ શિવચરણ ઉપર આ વખતે ખૂબ ખુશ હતા એ વાત માનવી જ પડશે. પેલા છૂપી રીતે ગુસપુસ કરવા લાગ્યા કે વરતી સરખામણીમાં નવવધૂની ઉંમર છેક અનુગતી નથી, તે પણ એ એક બાળબચ્ચાં સાથે લઈને આવી હેાત તે પછી ખાડખાંપણુ કાઢવા જેવું કશું જ ન રહેત! તે!પણ, તે ખૂબસૂરત હતી, એ વાત તે તેમણે સ્વીકારી. વસ્તુતઃ સામાન્ય રીતે મેટી ગણાતી ઉમર કરતાં પણ હરિલક્ષ્મીની ઉંમર જરા વધારે થઈ ગઈ હતી. ઓગણીસથી એછી નહિ હોય. તેના પિતા આધુનિક નવા જમાનાનો માણસ હતા. મહેનત લઈને પુત્રીને મેટી ઉંમર સુધી કેળવણી આપી મૅટ્રિક પાસ કરાવી હતી. તેમની ઇચ્છા જુદી હતી. માત્ર વેપાર પડી ભાંગવાથી એકાએક નબળા દહાડા આવવાને લીધે જ આ સુપાત્રને કન્યા આપવાની ફરજ પડી હતી.
હિરલક્ષ્મી શહેરની ઠેકરી હતી એટલે સ્વામીને એ ચાર દિવસમાં જ એળખી ગઈ. તેને મુશ્કેલી એ આવી કે, સગાંવહાલાં અને અનેક દાસદાસીએથી ભરેલા એ મેટા કુટુંબમાં તે મોકળે મને કાઇની પણ સાથે ભળી શકી નહિ. પેલી તરફ શિવચરણના પ્રેમને તો કઈ પાર રહ્યો નહિ. કેવળ “વૃસ્ય તરુણી ભાર્યા' હતી એ કારણે જ નહિ, પણ તેને મન તે જાણે કાઈ ભારે અમૂલા ભંડાર હાથ આવ્યેા. ઘરનાં સગાં
Jain Education International
For Private & Personal Use Only
૧૫૧
www.jainelibrary.org