________________
છબી.
દૂરના તોયે સગા, અને છ સાત પેઢી પહેલાં તે બંનેને વાસ ભેગો જ હતો. પણ આજે એક જણની ત્રણ માળની હવેલી ગામને માથે ચઢી બેઠી છે; અને બીજાનું જૂનું ઘર દહાડે દિવસે ભૂમિશા લેવા તરફ જ ઢળતું જાય છે.
તે પણ આમ ને આમ જ દિવસો જતા હતા અને વિપિનના બાકીના દિવસો પણ આમ ને આમ જ સુખે દુઃખે કંકાસ વિના જ નીકળી જાત; પણ જે વાદળાને કારણે તોફાન જામ્યું અને બધું ઊંધુંચતું થઈ ગયું, તે આ પ્રમાણે છે :
સાડા પંદર આનાના ભાગીદાર શિવચરણને અચાનક પત્નીવિયોગ થતાં સગાંવહાલાં કહેવા લાગ્યાં, “ચાળીસ એકતાળીસ એ કાંઈ વળી ઉમ્મર કહેવાય ! તમે ફરી લગ્ન કરે.' શત્રુ પક્ષવાળા આ સાંભળીને હસ્યા. કહેવા લાગ્યા,–ચાળીસ તો શિવચરણને ચાળીસ વર્ષ પહેલાં જ પસાર થઈ ગયાં છે, એટલે કે એક વાત સાચી નહોતી. સાચી વાત એ હતી કે મેટા બાબુનું શરીર સુંદર ઊજળા વાનનું અને હૃષ્ટપુષ્ટ હતું, અને તેમના ભરાવદાર મેં ઉપર વાળનું નામ નહોતું. યોગ્ય ઉમરે દાઢી મૂછ ન ઉગે એમાં સગવડ કદાચ કંઈક હશે, પણ અગવડેય પુષ્કળ છે. ઉંમરને અંદાજ કાઢતી વખતે ઓછી આંકવાનું જેમને મન નથી હોતું, તેઓને વધારે આંકવા જતાં આંકને કયે કઠે જઈને ભવું એ જ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. તે ગમે તેમ છે, પૈસાદાર માણસનું કઈ પણ દેશમાં ઉમરને કારણે લગ્ન અટકતું નથી. બંગાળામાં તો નહિ જ. દોઢેક મહિને તો શકતાપમાં અને હા-ના કરતાં કરતાં ગયો,
૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org