________________
અભાગીનું સ્વર્ગ જેમ વધતે ગયે, ઊના ઊના લેહીને પ્રવાહ જેમજેમ ઝડપથી માથામાં વહેવા લાગે, તેમ તેમ તે જાણે નવી નવી વાતની ઇદ્રજાળ રચતી આગળ ચાલવા લાગી. તે અટકતી નથી, તૂટ પડવા દેતી નથી. કાંગાલીને નાને દેહ વારંવાર રોમાંચિત થવા લાગ્યો, ભયથી, વિસ્મયથી, રોમાંચથી તે જેરપૂર્વક માનું ગળું પકડી તેના હૈયાની અંદર જાણે સમાઈ જવા લાગ્યો.
બારણે દિવસ પૂરો ગ, સુરજ આથમી ગયો, સંધ્યાની પ્લાન છાયા વધુ ગાઢ બની ચરાચરને વ્યાપી રહી. પરંતુ ઘરની અંદર આજ હજુ દીવા સળગે નહિ, ગૃહસ્થનું શેષ કર્તવ્ય પૂરું કરવા કેઈ ઊડ્યું નહિ. ગાઢ અંધારામાં કેવળ બિમાર માતાનું સતત ગુંજન નિસ્તબ્ધ પુત્રના કાનમાં અમૃત વરસાવતું આગળ ચાલવા લાગ્યું. એ ને એ જ સ્મશાન અને સ્મશાનયાત્રાની કહાણી, એ ને એ રથ, એ ને એ બે રંગેલા પગ, એ ને એ તેમનું સ્વર્ગે જવું! કેવી રીતે શેકાતુર સ્વામીએ છેવટની ચરણરજ આપી, રડીને વિદાય આપી, કેવી રીતે “હરિધ્વનિ કરતા પુત્રો માતાને ઊંચકી લઈ ચાલ્યા, ત્યાર બાદ પુત્રને હાથે આગ. “આગ તે આગ નો'ય, કાંગાલી ! એ જ પિતે હરિતેનો આકાશ પહોંચતે ધુમાડે તે ધુમાડો નો'ય બેટા, એ જ સરગનો રથ ! કાંગાલીચરણ, બાપ મારા !”
કેમ મા !”
“તારા હાથની આગ જે પામું, બેટા, તે બામણી–માની પેઠે હું પણ સરગે જાઉં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org