________________
અભાગીનું સ્વર્ગ
લાગે, સતી-લક્ષ્મી, મા-દેવતા રથે ચડી સરગે ગયાં.”
છેકરાએ શંકા લાવી કહ્યું, “તું તો એક જ વાત બોલ્યા કરે છે, મા, રથે ચડી કઈ વળી સરગે જતું હશે?”
માએ કહ્યું, “મેં નજરે જોયું, કાંગાલી, બામણુ-મા રથમાં બેઠાં હતાં. તેમના લાલ બે પગ બધાએ ઉઘાડી આંખે જોયા હતા !”
બધાએ જોયા ?” “બધ્ધાંએ.” કાંગાલી માના હૈયાને અઢેલીને બેસી વિચારવા લાગ્યા.
મા ઉપર વિશ્વાસ રાખવાને જ તે ટેવાયેલ હતા. વિશ્વાસ રાખવાનું જ તે નાનપણથી શીખ્યો હતો. તે જ મા જ્યારે કહે છે કે બધાએ ઉઘાડી આંખે આવી મોટી વાત જોઈ છે, ત્યારે અવિશ્વાસ લાવવાનું કશું કારણ નહોતું. થોડીવાર પછી ધીરે ધીરે તે બેલો, “ ત્યારે તે તું પણ મા, સરગે જવાની. બિંદીની મા તે દિવસે રાખલની ફઈને કહેતી હતી, કૅગલાની માના જેવી સતી-લમી જોઈવાડામાં બીજી કઈ નથી.”
કાંગાલીની મા ચૂપ રહી. કાંગાલી તે જ પ્રમાણે ધીરે ધીરે કહેવા લાગ્યું, “બાપુ જ્યારે તને છોડી ગયા, ત્યારે તને કેટલાંય લેકેએ ફરી લગન કરવા સમજાવી, પણ તેં કહ્યું, ‘નહિ, કાંગાલી જીવત હશે તો મારું દુઃખ જતું રહેશે. હવે શા માટે ફરી લગન કરવા જાઉં!” હે મા, તેં જે ફરી લગન કર્યું હોત, તો હું
ક્યાં હોત? કદાચ ભૂખે–તરસે આજ ક્યારને મરી ગયો હોત.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org