________________
સંતાનનું નામ પાડતી વેળાએ માતપિતાની મૂઢતા જોઈ વિધાતાપુરુષ અંતરીક્ષમાં રહ્યા રહ્યા ફક્ત હાસ્ય કરીને જ ઘણે ભાગે ભતા નથી, તીવ્ર વિરોધ પણ કરે છે. તેથી નામ પાડેલાઓનું આખું જીવન તેઓના પિતાના નામના જ જાણે મરતાં સુધી ચાળા પાડયા કરે છે. કાંગાલીની માના જીવનનો ઈતિહાસ ટૂકે છે. એનું ટૂંકે કંગાળ જીવન જ વિધાતાના પેલા પરિહાસમાંથી બચી ગયું હતું. તેને જન્મ આપીને મા મરી ગઈ હતી, બાપે ચિડાઈને અભાગી નામ પાડ્યું. મા હતી નહિ, બાપ નદીમાં માછલાં પકડતે ફરતો; તેને નહોતો દિવસ, કે નહોતી રાત તે પણ કેમ કરીને નાની અભાગી એક દિવસ કાંગાલીની મા થવા જીવતી રહી, તે એક અજબ વસ્તુ છે. જેની સાથે લગ્ન થયું, તેનું નામ રસિક વાઘ. વાઘને બીજી વાઘણ હતી, તેને લઈને તે બીજે ગામ ચાલ્યો ગયો. અભાગી તેનું અભાગ્ય તથા બાળક પુત્ર કાંગાલીને લઈ ગામમાં જ પડી રહી.
તેને તે કાંગાલી મોટે થઈ આજ પંદર વર્ષ થયા છે. હજી હમણાં જ નેતરનું કામ શીખવાની શરૂઆત કરી છે. અભાગીને આશા બંધાઈ હતી કે હજુ એકાદ વર્ષ જે તે તેના ભાગ્ય સાથે બૂઝીને કાઢશે, તે દુઃખને પછી અંત
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org