________________
છબી
તે ઓસરીમાં ઊંધતી પડી હતી, આંખો લૂછી ઊઠી બેઠી થઈ બોલી, “ક્યાં, બાબા ?”
ગકુર બેલ્યો, “કુલબેડના શણના કારખાનામાં કામ કરવા.”
છોકરી આશ્ચર્ય પામી જઈ રહી. આ પહેલાં અનેક દુઃખ પડવા છતાં તેને બાપ કારખાનામાં કામ કરવા કબૂલ થત નહતો. ત્યાં ધર્મ રહેતું નથી, બાઈ માણસની ઈજજત–આબરૂ રહેતી નથી, એ વાત તેણે બહુ વાર સાંભળી હતી.
ગકુર બેલ્યો, “હું કરીશ નહિ, મા, ચાલ, ઘણે આધે જવાનું છે.”
અમીના પાણી પીવાને લટો તથા પિતાને ભાત ખાવાની પિત્તળની થાળી સાથે લેતી હતી. ગફુરે તેને વારી અને કહ્યું, “એ બધું રહેવા દે મા, તે વડે માર મહેશનું પ્રાયશ્ચિત્ત થશે.”
ગાઢ અંધારી રાતે તે છોકરીને હાથ પકડી બહાર નીકળ્યો. આ ગામમાં કોઈ તેનું સગું ન હતું, કોઈને પણ કશું કહેવાનું ન હતું. આંગણું વટાવી રસ્તાની ધારે પેલા બાવળિયા નીચે - આવી અટકી ઊભા રહી અચાનક તે પિાક મૂકી રડી પડ્યો. નક્ષત્રોથી ભરેલા કાળા આકાશ તરફ મેં કરી બોલ્યા, “અલ્લા! મને મરછમાં આવે એટલી સજા કરજે, પરંતુ મારે મહેશ તરસને માર્યો મર્યો છે, તેને ચરી ખાવા જરા જેટલી પણ જમીન કેઈએ રાખી નહોતી. તમારું દીધેલું ખેતરનું ઘાસ તથા તમારું દીધેલું પીવાનું પાણી પણ જેણે તેને ખાવા-પીવા દીધું નહિ, તેની કસૂર તમે કદી માફ ન કરશો.”
* ૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org