Book Title: Chabi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 136
________________ મહેશ ત્યારબાદ તરત જ તેને ભૂખે દૂબળો પડી ખખળી ગયેલો દેહ જમીન ઉપર ઢળી પડયો. આંખના ખૂણામાંથી થોડાં ટીપાં આંસુનાં તથા કાનમાંથી થોડાં ટીપાં લેહીનાં ટપક્યાં. બે વાર તેનું આખું શરીર થરથર કરતું કંપી ઊઠયું. ત્યારબાદ તેના આગળના તથા પાછળના બંને પગ જેટલે દૂર જાય એટલે લંબાવી દઈ મહેશે છેલ્લે શ્વાસ મૂક્યા. અમીના રડી પડી બેલી, “શું કર્યું, બાબા, આપણે મહેશ મરી ગયો.” ગકુર હાલ્ય નહિ, જવાબ આપો નહિ, ફક્ત ફાટેલી આંખે બીજી એક જેડ પલકારા વિનાની ગાઢ કાળી આંખે સામે જોતો પથ્થરની પેઠે નિશ્ચલ બની રહ્યો. બે એક કલાકમાં ખબર પડતાં બીજા ગામના ચમારેનું ટોળું આવી પહોંચ્યું. તેઓ વાંસ પર બાંધી મહેશને ઢાર દાટવાની જગ્યાએ ઘસડી ચાલ્યા. તેમના હાથમાં ધારવાળી ચકચકતી છરી જેઈ ગફુર થથરી ઊઠયો અને આંખ મીંચી ગયા, પરંતુ એક શબ્દ બોલ્યા નહિ. શેરીના લકે કહેવા લાગ્યા, “તર્ક રત્ન પાસે પ્રાયશ્ચિત્તની વિધ જાણવા જમીનદારે માણસ કહ્યું છે; પ્રાર્યાશ્ચત્તનું ખચ પૂરું કરવા તારે જોજે આ વખતે ઘરની જમીન વેચવી ન પડે તે.” ગકુરે આ બધાને પણ ઉત્તર દીધો નહિ; બંને ઢીંચણ ઉપર મેં રાખી સ્થિર બેસી રહ્યો. મોડી રાતે ફરે છોકરીને જગાડીને કહ્યું, “અમીના, ચાલ આપણે જઈએ...” ૧૩ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198