________________
અભાગીનું સ્વર્ગ
ઠાકુરદાસ મુખર્જીનાં વૃદ્ધ પત્ની સાત દિવસના તાવથી મરી ગયાં. વૃદ્ધ મુખોપાધ્યાય મહાશય અનાજના વેપારમાં પુષ્કળ પૈસા કમાયા હતા. તેમના ચાર પુત્ર, ત્રણ પુત્રીઓ, તેમનાં પણ છોકરાં-છેયાં, જમાઈઓ-પાડોશીઓનું જૂથ, ચાકરનફર, જાણે એક ઉત્સવ જેવું થઈ રહ્યું હતું. ધામધૂમભરી સ્મશાનયાત્રા જોવા માટે આખા ગામના લેકની ઠઠ જામી હતી. દીકરીઓએ રડતાં રડતાં માના બે પગમાં ખૂબ ગાઢ અળતે તથા માથામાં ખૂબ જાડે સિંદૂરને લેપ લગાડી દીધા. વહુએ ચંદન ચેપડી કીમતી વસ્ત્રથી સાસુને દેહ ઢાંકી પાલવ વડે તેમની છેવટની ચરણરજ લૂછી લીધી. પુષ્પ, પત્ર, ગંધ, માલ્ય, અને કલરવ એ બધું જોતાં એમ તે લાગ્યું નહિ કે આ કઈ શોકને પ્રસંગ છે; આ તે જાણે મોટા ઘરની
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org