________________
છબી
લઈ તે તડકાની અંદર જ આંખ લૂછતી લૂછતી ચૂપકીથી બહાર ચાલી ગઈ. પરંતુ તે નજરબહાર જતાં જ ગપુરનું હૃદય તીરથી વીંધાઈ ગયું. એ નમાઈ છોકરીને તેણે શું શું કરીને ઉછેરી છે, તે ફક્ત તે જ જાણે છે. તેને વિચાર આવ્યો કે તેની એ સ્નેહાળ, કામઢી, શાંત પુત્રીને કશો દોષ ન હતો. ખેતરનું સામાન્ય થોડું ઘણું ધાન ખૂટી ગયા બાદ તેમને પેટ ભરીને બે વેળા ખાવાનું મળ્યું નથી. કેઈ દિવસ એક વેળા તે કઈ દિવસ વળી તે પણ નહિ. દિવસમાં પાંચ છ વાર ભાત ખાવો એ જેટલું અસંભવિત તેટલું જ ખોટું હતું. વળી પીવાનું પાણી ન હતું, તેનું કારણ પણ તેને અજાણ્યું ન હતું. ગામમાં જે બે ત્રણ તળાવડીઓ હતી તે બિલકુલ સુકાઈ ગઈ હતી. શિવચરણ બાબુને પાછલે બારણે તળાવડીમાં જે થોડું ઘણું પાણી હતું, તે સામાન્ય લેકીને મળતું નહોતું. બીજાં જળાશયોમાં એકાદ બે ખાડા ખાદ્યા હોય અને તેમાં જે કાંઈ પાણી એકઠું થયું હોય, તેના ઉપર પણ જોઈએ એટલી પડાપડી અને ભીડ. વધારામાં મુસલમાન હોવાને લીધે આ નાની છોકરી તે પાસે જ જઈ ન શકે. કલાકના કલાક દૂર ઉભા રહી બહુ કાલાવાલા કર્યા પછી કેાઈ દયા કરી છે તેના વાસણમાં રેડતું તે તેટલું જ તે ઘેર લાવતી. એ બધું જ તે જાણતો હતો. કદાચ આજ પાણી હશે નહિ, અથવા પડાપડી. ની અંદર કોઈને છેકરી ઉપર દયા કરવાને અવસર મળ્યા નહિ હેય. એવું જ કાંઈક થયું હશે એવી ખાતરી થતાં તેની પિતાની આંખોમાં પણ પાણી ભરાઈ આવ્યું. એવામાં જમીન
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org