________________
છબી
' છોકરીએ કહ્યું, “રાત તે પડવા આવી, બાબા, મહેશને લેવા નહિ જાઓ?”
ગફુર બે , “ના”
“પરંતુ તેમણે તે કહ્યું છે કે ત્રણ દિવસ પૂરા થતાં જ પોલીસને લેકે તેને ગુજરીમાં વેચી નાખશે.”
ગપુર બોલ્યો, “છો વેચી નાખે.”
ગુજરી એ વસ્તુ વાસ્તવિક રીતે શું છે તે અમીન જાણતી ન હતી, પરંતુ મહેશની બાબતમાં એનો ઉલ્લેખમાત્ર થતાં તેના પિતા કેવા વિચલિત થઈ ઊઠતા, તે તેણે બહુ વાર જોયું હતું. પરંતુ આજે તે એક પણ શબ્દ બોલ્યા વિના આસ્તે આસ્તે ચાલી ગઈ.
રાત્રિના અંધારામાં લપાતાં છુપાતાં ગફુરે બંસીની દુકાને આવી કહ્યું, “કાકાએક રૂપિયો આપવો પડશે, ” એટલું કહી તેણે તેની પિત્તળની થાળી બેસવાની માંચી નીચે મૂકી દીધી. એ વસ્તુનું વજન વગેરે બંસીને ખૂબ પરિચિત હતું. બે એક વર્ષની અંદર તેણે પાંચેક વાર તેને સાનમાં રાખી એક એક રૂપિયો આપ્યો હતો. તેથી આજે પણ કંઈ વાંધે લીધે નહિ.
બીજે દિવસે મહેશ પાછે તેને અસલ ઠેકાણે જોવામાં આવ્યો. એ જ બાવળિયાનું ઝાડ, એ જ દેરડું, એ જ ખીલો, એ જ ઘાસ વિનાની ખાલી જગા, એ જ ક્ષુધાતુર કાળી આંખની સજલ ઉત્સુક દષ્ટિ. એક બુટ્ટા જેવો મુસલમાન તેને અત્યંત તીવ્ર નજરે તપાસતો હતો. થોડે દૂર એક બાજુએ બંને
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org