________________
મહેશ
હીંચણ ભેગા કરી ગપુરમિયાં ગુપચુપ બેઠે હતે. પરીક્ષા પૂરી કરી બુઢ્ઢાએ ચાદરને છેડેથી એક દશ રૂપિયાની નોટ બહાર કાઢી તેની ગડી ઉકેલી વારંવાર મસળી જોઈ તેની પાસે જઈ કહ્યું, “હવે વધઘટ નહિ કરું, આ પૂરેપૂરા જ આપું છું; લે.”
ગકુરે હાથ લંબાવી તે લીધી અને પહેલાંની પેઠે તે ચૂપ જ બેસી રહ્યો. પરંતુ જે બે જણ સાથે આવ્યા હતા તેમણે બળદનું દેરડું છોડવા માંડયું કે તરત જ તે અચાનક સીધે ઊઠી ઊભો થઈ ઉદ્ધત અવાજે બોલી ઊઠો, “દેરડાને હાથ લગાડશો નહિ. કહું છું, ખબરદાર. જેજે, સારું પરિણામ નહિ આવે.” - તેઓ ચમકી ગયા. બુટ્ટો આશ્ચર્ય પામી બોલ્યો, “કેમ?”
ગફુરે તે જ પ્રમાણે ગુસ્સામાં ને ગુસ્સામાં જવાબ દીધો, “કેમ વળી શું? મારી ચીજ મારે વેચવી નથી, મારી ખુશી.” એટલું બોલી તેણે નોટ પાછી ફેંકી દીધી.
તેઓએ કહ્યું, “કાલે રસ્તે આવતાં બાનું લેતા આવ્યા છે તે ?”
“આ લેને તમારું બાનું પાછું !” એટલું કહી તેણે કેડેથી બે રૂપિયા બહાર કાઢી ખડિંગ કરતાં ફેંકી દીધા. ઝઘડો થઈ બેસવાની અણી ઉપર વાત પહેચી છે એ જોઈ બુઢ્ઢાએ હસીને ધીરેથી કહ્યું, “દબાવીને બીજા બે રૂપિયા વધારે લેવા છે, એ જ ને ? આલ્યા આપ મીઠાઈ ખાવા એની છોકરીના હાથમાં બે રૂપિયા. કેમ, એ જ ને ?
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org