________________
બાબુ મહાશયે બધું અટકાવી રાખ્યું. રડી કકળીને પગે પડીને કહ્યું, “બાબુ મહાશય, તમે હાકેમ છે ! તમારું રાજ છેડી બીજે કયાં નાસી જવાના છીએ ? મને નહિ તો પાંચસે સાતસો પૂળા કડબ ઉધાર આપો. છાપરા ઉપર ઘાસ નથી. બાપ બેટીને રહેવાનું એક કોટડું રહ્યું છે, તે તો કદાચ તાડનાં પાંદડાં ઢાંકી ટૂકીને આ ચોમાસું કાઢી નાંખીશું, પરંતુ ખાવાનું નહિ મળે તે માટે મહેશ મરી જશે.”
હસીને બોલ્યા, “યેહ! વળી આરત કરીને નામે ખાસું મહેશ રાખ્યું છે ! હું તે હસી હસીને ગાંડ થવા આવ્યું.”
પરંતુ આ મશ્કરી ગફુરના સાંભળ્યામાં આવી નહિ. તે કહેવા લાગ્યો, “પરંતુ હાકેમને દયા ન આવી. બે એક માસની ખેરાકી જેટલું થેડુંક ધાન મને આપ્યું. પરંતુ તમામ ઘાસ સરકારમાં ઢગલે થઈ ગયું. અને મને એક તણખલું પણ ન મળ્યું”—બેલતાં બોલતાં તેને અવાજ આંસુ ભરાઈ આવવાથી ભારે થઈ ગયો. પરંતુ તકરત્નને તેથી દયા આવી નહિ; બોલ્યા, “ તુંય ઠીક માણસ છે ને, ખાધું છે તે આપવું નથી; જમીનદાર શું તને ઘરમાંથી કાઢીને ખવરાવે, કેમ ? તમે લોકે તો રામ-રાજ્યમાં રહે છે, પણ હલકી જાતના છો એટલે એમની નિંદા કરતા ફરો છો ! ”
ગફર શરમાઈ જઈ બોલ્યો, “નિંદા શા માટે કહ્યું, બાબાઠાકુર, અમે એમની નિંદા કરતા નથી. પણ ક્યાંથી લાવીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org