Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ કરાવતી વખતે જે ધનનો ઉપયોગ કરવાનો છે; તે ધન ન્યાય અને નીતિથી પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. અન્યાય કે અનીતિથી મેળવેલા ધનથી શ્રી જિનાલય બનાવવાનું ઉચિત નથી. આ અંગે વર્તમાનમાં ખૂબ જ ઉપેક્ષા સેવાય છે, જે આત્માના હિતને કરનારી નથી. ભવ્યાતિભવ્ય શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં ન્યાયથી પ્રાપ્ત જ ધનનો ઉપયોગ કરવાનું ધ્યાન મોટા ભાગે રખાતું નથી. આવી પ્રવૃત્તિની યોગ્યતાનું સમર્થન કરવા અનેક જાતની દલીલો કરી શકાય છે. પરન્તુ એવી દલીલો કરતાં પૂર્વે એ યાદ રાખવું જોઈએ કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન સામેની એ દલીલો હશે. શ્રી વીતરાગપરમાત્માનું વચન આદરણીય છે પરન્તુ નિરાકરણીય નથી. વચન સમજાય નહિ; તો એકવાર નહિ દસવાર પૂછી શકાય. અજ્ઞાનને દૂર કરવું અને આવકાર આપવામાંથી છટકી જવું-એ બેમાં જે ભેદ છે તે સમજી ન શકાય એવું નથી. શ્રી જિનમંદિર બનાવરાવનાર ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનવાળો હોવો જોઈએ. તેમ જ ધીર-બુદ્ધિમાન હોવો જોઈએ. અન્યથા વિધિ વગેરેનું જ્ઞાન ન હોય તો શ્રી જિનમંદિર, વિધિ-શિલ્પ વગેરેના જ્ઞાનપૂર્વક નહિ બને. આવા પરમતારક શાસ્ત્રશુદ્ધ શ્રી જિનાલયનું નિર્માણ કરનાર સદાચારી અને શુભ આશયવાળો હોવો જોઈએ. દુરાચારને સેવનાર અને દુષ્ટ આશયને ધરનાર આત્મા જો શ્રી જિનમંદિર બનાવરાવે તો તે લોકમાં આદરણીય નહિ બને. ભવથી નિસ્તારનારાં આલંબનો આપણા દુરાચારાદિને આચ્છાદિત કરાવનારાં ના બને એનો સતત ખ્યાલ રાખવો જોઈએ. પાપનો વિનાશ કરવા માટે ધર્મ છે. પાપને ઢાંકવા માટે ધર્મ નથી. DELETE DODO ૩ DE

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64