Book Title: Bhakti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ ૯ - વિવિધ અર્થને જણાવનારાં. ૧૦ - અસ્ખલિતાદિ ગુણોવાળાં અને ૧૧ - મહાબુદ્ધિમાનોએ રચેલાં સ્તોત્રથી પૂજા કરવી જોઈએ. ઉત્તમોત્તમ દ્રવ્યોથી જેમ દ્રવ્યપૂજા કરવાની છે તેમ સ્તોત્રપૂજા પણ ઉત્તમોત્તમ સ્તોત્રથી કરવાની છે. ઉપર જણાવેલી અગિયાર વિશેષતાથી વિશિષ્ટ સ્તોત્રથી સ્તોત્રપૂજા કરવાનું સદ્ભાગ્ય મળે તો ખરેખર જ આનંદની અવિધ ન રહે. આજે રચાતા સ્તોત્રોમાં એવી વિશેષતા પ્રાયઃ જોવા મળે નહિ. ઉપર જણાવ્યા મુજબના સ્તોત્રો બધા જ રચી શકે એવું ન જ બને. પરન્તુ પૂર્વના પૂ. આચાર્યભગવન્તાદિ મહાબુદ્ધિમાન મહાત્માઓએ રચેલાં સ્તોત્રોથી સ્તોત્રપૂજા કરવાનું સદ્ભાગ્ય મળ્યું હોય ત્યારે; આપણે નવાં સ્તોત્રો બનાવીને પૂજા કરવાની ખરેખર જ આવશ્યકતા નથી. એક તો ભાવ આવે નહિ અને કદાચ આવે તો શબ્દથી એ વર્ણવતાં ફાવે નહિ. આવી સ્થિતિમાં ભાવાવવાહી વિશિષ્ટ સ્તોત્રોની રચનાથી મહાત્માઓએ આપણી ઉપર ખૂબ જ અનુગ્રહ કર્યો છે. એ અનુગ્રહને ઝીલીને ઉપર જણાવ્યા મુજબનાં ઉત્તમોત્તમ સ્તોત્રોથી સ્તોત્રપૂજા કરવી જોઈએ...એ પરમાર્થ 9.114-2811 ૪ પ્રકારાન્તરે પૂજાના ત્રણ પ્રકાર જણાવાય છે – अन्ये त्वाहुस्त्रिधा योगसारा सा शुद्धिचित्ततः ( वित्तशुद्धितः) । अतिचारोज्झिता विघ्नशमाभ्युदयमोक्षदा ॥५- २५॥ ‘‘બીજા આચાર્યભગવન્તો કહે છે કે યોગ જેમાં સાર-પ્રધાનભૂત છે એવી મનોયોગસારા, વચનયોગસારા અને કાયયોગસારા : આ ત્રણ પ્રકારે પૂજા ત્રણ પ્રકારની છે. શુદ્ધિથી યુક્ત ચિત્તને DECEDE SUCCUGUE ४७ 'EE 0000 tu 0000000 D

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64